________________
સંતબાલજીની જીવનસાધના પર દુલેરાય માટલીયા અને પૂ. મુનિશ્રીના વિહાર અંગે સાધુતાની પગદંડી જેવા ગ્રંથો મણિભાઈ પટેલે લખ્યા છે. તેમાં નોંધ છે કે જ્યારે વિરમગામમાં કોલેરો ફેલાયો ત્યારે ઝાડુ લઈને આ સંતે શેરીઓ સાફ કરી અને મળ પર રાખ છાંટી હતી.
જૈન દષ્ટિએ ગીતાદર્શન એક જૈન મુનિની ગીતા પર લખવાની આ પહેલ હતી. ગુરુ નાનચંદ્રજી મહારાજે એક શ્લોકસંગ્રહ કર્યો હતો તેમાં ગીતાના શ્લોકો પણ હતા. ગુરુદેવે આ શ્લોકો મુનિશ્રીને પણ કંઠસ્થ કરાવેલ, ત્યાંથી ગીતાજી પરત્વે ખેંચાણ થયું હતું.
મુનિશ્રી ગીતાને એક જૈનગ્રંથની કક્ષામાં જ મૂકે છે. તે અનુરોધ કરે છે કે ગીતાના પાઠક આચારાંગને વાંચે અને આચારાંગના પાઠકો જરૂરથી એક વાર ગીતાને વાંચે. એ ગીતાને માતા કહે છે તો આચારાંગને પિતા. એ બંનેના યોગે જન્મતી સંસ્કૃતિ એ વિશ્વવ્યાપી સંસ્કૃતિ છે. ગીતામાં કોઈ પણ વિષય એવો નથી કે જે જૈન સૂત્રોમાં ન હોય. ગીતાએ જૈન દષ્ટિને જેટલી આકર્ષક ઢબે મૂકી છે એવી ઢબે એ બીજે ક્યાંય મુકાઈ નથી. આથી જ ગીતાગ્રંથ વિશ્વમાન્ય થયો છે. જૈન દષ્ટિ એટલે જગતના સર્વ મતો, પંથો કે સર્વ ધર્મમાં રહેલા સત્યને આવકારવું. તું ખોટો છે એમ ન કહેતા તું અમુક દૃષ્ટિએ સાચો છે એમ સાબિત કરીને અલ્પદષ્ટિમાંથી મહા સત્ય તરફ પ્રેરી જવો. ગીતાએ આ દૃષ્ટિમાં અજબ સફળતા મેળવી છે તેથી જ ચુસ્ત મીમાંસકથી માંડીને ચુસ્ત વેદાંતીને એ માતા આગળ દોડી જઈને બાળક બનવાની ઇચ્છા આપોઆપ થઈ છે.
અલબત્ત ગીતાનું વસ્ત્ર વેદાંત છે અને ભૌતિક યુદ્ધની પીંછીથી ગીતાની શરૂઆત થાય છે. મુનિશ્રી કહે છે કે એટલે જ ગીતા જૈન સંસ્કૃતિનો આત્મા છે, એમ માનવા અને અવકાશે ગીતાને સગે અપનાવવામાં જૈનવર્ગમાં આવતી આ મુશ્કેલી નાનીસૂની નથી જ. તેને આ ગ્રંથમાં વિસ્તારથી સમજાવી છે.
જૈન પરિભાષા અને ગીતા મુનિશ્રી કહે છે કે ગીતામાં સમત્વ છે એ જ જૈન સૂત્રોનું સમકિત છે. ગીતાનું કર્મ કૌશલ ત્યાં જૈનસૂત્રોનું ચારિત્ર ઘડતર. જૈન પરિભાષાના બહિરાત્મને ઠેકાણે ગીતાનું સવિકારક્ષેત્ર અને અંતરાત્માને સ્થાને ક્ષેત્રજ્ઞ, પરમાત્માને સ્થાને પરધામ અથવા પરમાત્મા. જૈનસૂત્રોના શુભાસવને સ્થાને ગીતાનું સુકૃત. અશુભ આસવને સ્થાને ગીતાનું દુષ્કૃત્ય. સંવરને ઠેકાણે ગીતાનું સ્વભાવજ અથવા સમત્વયોગ જૈન સૂત્રોની સકામ નિઝંરા એ જ ગીતાનો અનાસક્ત યોગ અથવા કર્મફળની આકાંક્ષાનો ત્યાગ.
જૈન સૂત્રોનો કર્મબંધ ગીતાની ભૂતપ્રકૃતિ. જૈન સૂત્રોનો રાગદ્વેષ તે ગીતાનો કામક્રોધ. જૈન સૂત્રોનું સિદ્ધસ્થાન એ ગીતાનું પરમધામ. ગીતા એ જૈનત્વનો ૧૪૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો