________________
દાર્શનિક દૃષ્ટિ
ભિન્નભિન્ન દર્શનો વિશે મુનિશ્રીએ પોતાની ડાયરીમાં અલગ અલગ વિષયની નોંધ કરેલી જેમાંથી દાર્શનિક દૃષ્ટિ (સંપાદક ગુણવંત બરવાળિયા) પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું, જેમાં ઋગ્વેદ સંહિતા, મહાભારત, આરણ્યક ઉપનિષદ, જૈન બૌદ્ધ ઇતિહાસ, પાંચ કોસની સ્પષ્ટતા, સ્મૃતિના શ્લોકો, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, કેવલાદ્વૈતનો સિદ્ધાંત, વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત શ્રી વલ્લભાચાર્ય શુદ્ધદ્વૈત નિર્ણાયક, સાંખ્યદર્શન, યોગદર્શન, વૈશેષિક અને નૈયાયિક, રામાયણ અને યોગવશિષ્ટ, અન્યાન્ય પુરાણો, કબીરનાં પોનું ૨સદર્શન તુલસીદાસ, નાનક, મીરા, સુરદાસ, પ્રેમમૂર્તિ ચૈતન્ય સ્વામી, સહજાનંદ સ્વામીના સર્જન અંગેની સુંદર નોંધો જોવા મળે છે.
રાજા રામમોહનરાય, મહર્ષિ દયાનંદ સરસ્વતી, કૃષ્ણમૂર્તિ વિશેના વિચારો અને જૈન આગમ અંગેની નોંધ ઉપલબ્ધ છે.
મીરાબહેને લખેલ પુસ્તક સંતબાલઃ મારી મા પુસ્તકમાં સંતબાલજીના વાત્સલ્યભાવનાં દર્શન થાય છે.
સંતબાલજીની કાવ્યરચનાઓ
સંતબાલજીએ કેટલાંક યાદગાર કાવ્યોનું સર્જન કર્યું છે.
તેમના કાવ્યોમાં ૐ મૈયા એટલે સમગ્ર નારી પ્રત્યે આદરભાવ, વિશ્વવાત્સલ્ય અને સર્વધર્મ સમભાવના વિચારો પ્રતિબિંબિત થાય છે.
સાત વારની પ્રાર્થનામાં રામ, મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, મહમદ સાહેબ, અશો જરથ્રુસ્ટ અને ઈશુના વિશિષ્ટ ગુણોને સ્મરીને અભિવંદના કરી છે. આ પ્રાર્થના બધા ધર્મો માટેના સ્નેહ અને આદરનું પ્રતીક છે.
એમણે રચેલ કૂચગીત
પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવ્યે જા... અંતરના અજવાળે વીર પંથ તારો કાપ્યું જા દુર્ગમપંથ કાવ્યે જા.
આ કાવ્યને પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં પણ સ્થાન મળ્યું. સર્વ ધર્મના સંરક્ષણને ઉદ્દેશીને કાવ્ય લખ્યું:
પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતાસમ સહુને,
પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને
તો આત્મચિંતન કાવ્યમાં વિશ્વપ્રત્યેનું વાત્સલ્ય અભિપ્રેત છેઃ
ધર્મ અમારો એક માત્ર એ, સર્વધર્મ સેવા કરવી,
ધ્યેય અમારું છે વત્સલતા, વિશ્વ મહીં એને ભરવી.
જૈન શ્રુતસંપદાને સમૃદ્ધ કરનાર ક્રાંતદૃષ્ટા મુનિશ્રી સંતબાલજી + ૧૪૩