________________
ઑપરેશન બાદ તેઓનો સ્વર્ગવાસ થયો. વૈરાગ્ય દઢ થતાં પૂ. નાનચંદ્રજી મહારાજને પત્ર લખી પોતાની ભાવના દર્શાવી.
પૂ. નાનચંદ્રજી મહારાજે પોતાની પાસે બોલાવી સંસારત્યાગ પૂર્વેની તૈયારી તથા અભ્યાસ કરાવ્યો.
શિવલાલે કાકા-દાદાની રજા આજ્ઞા મેળવી. શિવલાલની જેમની સાથે સગાઈ થઈ હતી તે દિવાળીબહેન પાસે ગયા અને કહ્યું,
“..મારી ઇચ્છા વિતરાગ માર્ગમાં પ્રવેશવાની છે ભાગવતી દીક્ષા લેવી છે. આપને આવવું હોય તો સંતો મદદ કરશે અને જો સંસાર માર્ગે જવું હોય તો મારી એક ભાઈ તરીકે શુભેચ્છા છે અને તેને વીરપસલીની સાડી ભેટ આપી. બહેને પણ ગોળની ગાંગડી ખવડાવી શુભ માર્ગે આગળ વધવાની શુભેચ્છા આપી.
મણિબહેનની આજ્ઞા લીધી. પૂ. સૌભાગ્યમલજી મ.સા.ની આજ્ઞા અને આશીર્વાદ પણ મળ્યા. પછી નાનચંદ્રજી મ.સા. સાથે શિવલાલ મોરબી આવ્યા. રાજવી લખધીરસિંહે ત્યાં વૈરાગી ભાવદીક્ષિત શિવલાલના ટૂંકા પ્રવચનથી રાજવી પ્રભાવિત થયા ને મોરબીમાં દીક્ષા થાય તેવા ભાવ દર્શાવ્યા, પરંતુ મોરબીમાં જૈન દીક્ષા પર પ્રતિબંધ છે તે બાબત રાજવીનું ધ્યાન દોર્યું. રાજવીએ હુકમથી પ્રતિબંધ દૂર કરી સં. ૧૯૮૫, ઈ. સ. ૧૯૨૯ના જાન્યુઆરીમાં રાજ તરફથી બધી જ સુવિધા આ દીક્ષા માટે કરવી તેવો હુકમ કર્યો. ને તે શિવલાલમાંથી સૌભાગ્યચંદ્ર થયા.
પૂ. ગુરુદેવ કવિવર્ય નાનચંદ્રજી મહારાજના સાનિધ્ય સાધનામાં આગળ વધતા સૌભાગ્યચંદ્ર મુનિશ્રી સંતબાલ બન્યા.
સંતબાલજીએ જૈન આગમો, ભારતીય દર્શનો, ષટ્રદર્શન અને વિશ્વની વિવિધ દાર્શનિક પરંપરા અને અન્ય ધર્મો અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો.
- સંતબાલજીએ એમના વિચારોને આદર્શોને ચરિતાર્થ કરવા કેટલીક સંસ્થાઓની સ્થાપના કરી જેમ, - ભાલ નળ કાંઠા પ્રાયોગિક સંઘ, ગુંદી, વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ – મુંબઈ, મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર - ચીંચણ, મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ, ભાલનળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ – રાણપુર, માતૃસમાજ – ઘાટકોપર, સી. પી. ટૅક – મુંબઈ અને અમદાવાદ સહિત વીસેક સંસ્થાઓની સ્થાપના કરેલી. સંતબાલજીએ વ્યસનમુક્તિ બલિપ્રથા બંધ કરાવવાનાં ખેડૂતોના પ્રશ્નો સોલ કરવા, પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા એવાં અનેક કાર્યો કર્યા. અને લોકકલ્યાણલક્ષી સાહિત્યનું સર્જન કર્યું.
૧૯૩૧માં દિનકર માસિકમાં “સુખનો સાક્ષાત્કારના નામે તેઓના લેખોનું સંકલન કરી પુસ્તિકા પ્રકાશિત થયેલ જેમાં વ્યક્તિગત કે સમાગત સુખ માટે બંધારણીય માર્ગે પ્રયાસ કરવાની વિગતો દર્શાવેલ.
જૈન શ્રુતસંપદાને સમૃદ્ધ કરનાર ક્રાંતદષ્ટા મુનિશ્રી સંતબાલજી + ૧૪૧