________________
અનાથ બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડે છે. પરંતુ મુનિ શ્રી વિજયસેનસૂરિએ જ્યારે વાત્સલ્યભાવથી તેમને હિંમત આપી ત્યારે તેઓ થોડા સ્વસ્થ થયા.
લલિતા અને સોખુ માટે મદભરી કવિતાઓ રચનાર વસ્તુપાળ આદિનાથ પ્રભુ માટે કાવ્ય રચવા લાગ્યા. શત્રુંજ્યનાં આદિનાથ પ્રાસાદનાં ઘુમટ નીચે કાવ્યઘોષ તેમનાં અંતરમાં ઊઠવા લાગ્યા. અને ચેતનાસભર શબ્દો તેમના મોંએથી સર્યાં.
त्वत्प्रासादकृत नीड वसन् शृण्वन गुणास्तव । संघदर्शनतुष्टात्मा भूयासं विहगोऽप्यहम् ॥
અર્થાત્ આ તારા મંદિરમાં માળો કરતો, અંદર વસતો, તારા સ્તવનો સુણતો અને તારા યાત્રીસંઘોનાં દર્શન સંતુષ્ટ બનતો હું એક પંખી જન્મ્યું, તારા ઘુમટમાં પારેવું બની ઘુઘવતો રહું એવું હું ભાવું છું. હે નાભેય! હે ઋષભદેવ ! ત્યાર બાદ વધારે ધ્યાનમાં ઊતરી જતાં વસ્તુપાળે એક નવી રચના કરી.
यद दावे द्युतकारम्य, यत्प्रियायां वियोगिनः ।
यद राधावेधिनः लक्ष्ये, तद् ध्यानं मेडस्तु ते मते ॥
દાવમાં જેવું જુગારીનું ધ્યાન, વિરહી પિયુનું જેવું પ્રિયામાં ધ્યાન, તીરંદાજનું જેવું નિશાનમાં ધ્યાન, તેવું જ એકાગ્ર ધ્યાન, હે દેવ! મારું પણ (ધ્યાન) તારામાં લાગી રહો.
ગિરાિજથી નીચે ઊતરતા પહેલા વસ્તુપાળે જોયું કે એક માલણનાં ઘણા જ ફૂલો વેચાયા વગરનાં રહી ગયાં છે અને ત્યારે તેમણે એ બધા જ ફૂલો લઈને સર્વ તીર્થંકરોના દેવાલયરૂપ ગિરિરાજ શત્રુંજ્યની પૂજા કરી. તેમને આ સિદ્ધાચલ યોગાસન વાળીને બેઠેલો મહાસિદ્ધ લાગતો હતો.
આવા કવિહૃદય વસ્તુપાળ વિ. સં. ૧૨૯૮માં સર્વેને ખમાવીને મહારાજા વીસળદેવ પાસે શત્રુંજ્ય પર્વત ૫૨ જવાની રજા માગે છે કારણ કે તેમને લાગ્યું કે આયુષ્ય હવે તૂટતું જાય છે. રજા માંગતી વખતે તેમણે રાજાને અરજ કરતાં કહ્યું કે આ વ્રતધારી સાધુઓને કોઈ સંતાપશો નહિ અને તેનું રક્ષણ કરજો. અનશનુ લીધા પછી પણ તેમનાં કંઠમાં એક સુક્તિ રમતી હતી.
न कृतं सुकृतं किंचित् सतां संस्मरणोचितम् । मनोरथैकसाराणामेवमेव गतं वयः ॥
અર્થાત્ અહો ! સત્પુરુષોના સ્મરણને લાયક એક પણ સુકૃત્ય થઈ શક્યું નહિ. આયુષ્ય એમ ને એમ જ ચાલ્યું ગયું. તેમના મૃત્યુ પછી તેમની બંને પત્નીએ પણ અનશન વ્રત લઈ દેહ વિસર્જન કર્યો.
ઉપસંહારઃ
આ નવલકથામાં સદીકની લુચ્ચાઈ, શંખની ધૃષ્ટતા, ગોધક (આજનું ગોધરા) નો ઘુઘલરાજ કે જેનાથી આખો ગુર્જર દેશ થરથર ધ્રુજતો તેને એક કાષ્ટપિંજરમાં
શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત ‘ગુજરાતનો જય' + ૧૩૭