________________
તેમને લાગ્યું કે એક સુખ્યાત વિદ્વાનના આવા મૌલિક સંપાદનોની સમીક્ષા લેવા મળે, એ મોટું માન મળ્યા બરોબર છે. તેમણે ઘરે આવીને હોંશે હોંશે આ ગ્રંથોનાં પાના ફેરવ્યાં. પરંતુ તેમને આ કામ ઘણું જ અશક્ય લાગ્યું. તેમણે ૧૯૧૭માં B.A.ની examમાં સંસ્કૃત પ્રશ્નપત્રને લખ્યા પછી સંસ્કૃતિને તિલાંજલિ આપી હતી. અનુવાદ વગરનાં આ સંસ્કૃત પ્રબંધપાઠમાં તેમણે પોતાની અશક્તિ કબૂલી લીધી અને આ પ્રકરણને પૂરું કરેલું માન્યું.
આ પછી ઘણા મહિનાઓ પછી તેમનો મેળાપ માટુંગામાં મુનિશ્રી સાથે થયો. એ વખતે મુનિ જિયવિજયજી ઊંચા નંબરના ચશ્માં પહેરીને ઝીણાં ઝીણાં પૂફ આંખો પાસે માંડીને તપાસતા હતા. તેમણે કહ્યું કે આંખોના તેજ ઓછા થયા છે પરંતુ પૂફો વાંચવાનો પાર નથી. મેઘાણીને આપેલા તેના જેવા પ્રબંધોનાં તો ગંજેગંજ પડ્યા છે. તેનો ઉદ્ધાર કોણ કરશે?
મેઘાણીએ શરમાઈને કહ્યું કે, મારું સંસ્કૃત ભાષાનું જ્ઞાન કટાયેલું ને અણખેડાયેલું છે. પ્રયત્નો કરવા છતાં પ્રબંધો ઉકેલી શકાતા નથી. | મુનિશ્રીએ પ્રબંધોનું સંસ્કૃત કેટલું સહેલું છે તે બતાવતા તેમણે વસ્તુપાળતેજપાળનો પ્રબંધ ખોલીને લવણપ્રસાદ, દેવરાજ પટ્ટકિલ ને મદનરાણીવાળો એક ફકરો વાંચી સંભળાવ્યો (જેના આધારે ગુજરાતનો જયનાં પ્રથમ પ્રકરણની શરૂઆત થઈ.) મુનિએ કહ્યું કે આવા તો અનેક પ્રસંગો પ્રબંધમાં પડ્યા છે. ખાસ કરીને વસ્તુપાળ – તેજપાળનાં પ્રબંધમાં.
- ઝવેરચંદ મેઘાણી આ પ્રસંગથી સંસ્કૃતનાં વાંચનની ચાવી લઈને ઘરે આવ્યા અને પ્રબંધોના અર્થો આ ચાવીથી ખોલવા માંડ્યા. તેઓને સંસ્કૃત લોકસાહિત્ય જેવું સરળ અને મીઠું લાગ્યું. પ્રબંધની ભાષાકીય સરળતાની ચાવી જડી અને તેનાં પરિણામ સ્વરૂપ આ વાર્તાની ઉપલબ્ધિ થઈ. વાતનું એક પણ પાત્ર કલ્પિત નથી. વાર્તાનાં લગભગ બધાં જ મુખ્ય પ્રસંગો પ્રબંધોના આધારિત છે.
આ સમગ્ર કાળપટને તેમણે બે ખંડમાં આલેખ્યા છે. પ્રથમ ખંડમાં ગુજરાતનાં એ મહાન પુનરુદ્ધારકો હજુ પ્રવેશદ્વારે ઊભેલા છે, જ્યારે બીજા ખંડમાં ગુજરાતનાં પુનનિર્માણમાં શૃંગો અને તેનાં પતનની કંદરાઓ બને છે. બીજા ખંડમાં કલ્પનાને ઓછું સ્થાન છે, પરંતુ ઇતિહાસથી વધુ ચણતર કરાયું છે. બે વીર ક્ષત્રિયો, બે વીર વણિકો, એક બ્રાહ્મણ અને બે નારીઓ એવા સાત મુખ્ય પાત્રોએ પોતાના પરાક્રમ, શીલ, શાણપણ અને સમર્પણથી ગુર્જર દેશને અંધકારમાંથી બહાર લાવવા પ્રયત્ન કર્યો છે.
- ઝવેરચંદ મેઘાણીએ અલગ અલગ પાત્રોને પોતાની નવલકથામાં ઉપસાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે. રાણા લવણપ્રસાદનો પુત્ર અને વરધવલનો ભાઈ વીરમદેવને અનાડીનું સ્વરૂપ આપ્યું છે. તેને દુષ્ટ તરીકે ન ઓળખાવતા કંઈક ગેરસમજનો ભોગ બનેલ, તિરસ્કૃત પાત્ર તરીકે ઉપસાવ્યું છે. લવણપ્રસાદને વિષ દઈને માર્યાની હકીકત ઝવેરચંદ મેઘાણીએ મુનિશ્રી જીનવિજયજીએ સંપાદિત કરેલ પુરાતન પ્રબંધ ૧૩૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો