________________
(૨) આર્થિક રીતે નબળા કુટુંબોને ઉચ્ચ શિક્ષણ આપી પગ પર સધ્ધર કરવા.
આ સંસ્થા સામેથી દાન લેવા જતી નથી છતાં છેલ્લા ત્રીસ વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. સંસ્થામાં હંમેશાં લબ્ધિ થતી રહી છે. આ સંસ્થાનું પોતાનું સાધર્મિક કાર્ય માટે મકાન છે. સં. ૧૯૯૪માં બનેલ છે. ભારતભરમાં સાધર્મિક પ્રવૃત્તિ માટેનું કદાચ આ પહેલું મકાન હશે. નાગરવાડા, ખંભાતમાં આ મકાન આવેલ છે. આ સંસ્થાની મુલાકાત લેવા જેવી છે.
અંતમાં વીસમી સદીના “વાદિ ઘટ મુગર’ “કવિ કુલ કિરીટ', “છોટ આત્મારામજી', જેનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ' મહાન ગુર્જર કવિ, સાહિત્યરત્ન, પ્રખર વિદ્વાન, ગીતાર્થ આચાર્યદેવ વિજયલબ્ધિસૂરીશ્વરજીની જીવનઝાંખી રજૂ કરી ભૂરિ ભૂરિ વંદના કરી હું વિરમું છું. Reterence books : (૧) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ : લેખક : મોહનલાલ દલીચંદ દેસાઈ
વિ.સં. ૧૯૮૯ (૨) કવિકુલ કિરીટ યાને સૂરિશેખર ભાગ-૧ અને ૨ : લેખક : કમાટી
વિ.સં. ૧૯૯૫, વિ.સં. ૨૦૦૮ (૩) દિવ્ય વિભૂતિ : લેખક : શ્રીમદ્ વિજયકીર્તિચંદ્રસૂરિ મ. વિ.સં. ૨૦૩૦ (૪) કમલ-પરાગ : લેખક : લબ્ધિ શિશુ વિ.સં. ૨૦૨૦ (૫) સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂ.મહારાજશ્રીનો "લ્યાણ વિશેષાંકઃ જાન્યુઆરી ૧૯૬૨.
ડો. કીર્તિ એન. શાહ ખારવાડો, જિ. આણંદ, ખંભાત-388620
મો.09428564948
કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ • ૧૧૫