________________
નવી સઝાય ગવાતી હતી. ત્યારે સઝાય પૂરી થતાની સાથે જ બે ભાઈઓએ દીક્ષા લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. સાચે જ તેઓશ્રી કવિ કુલકિરીટ' હતા. કેવળ ગુજરાતી ભાષામાં જ કાવ્યોની રચના કરી છે તેવું નથી પણ ઉર્દૂ, હિંદી તથા સંસ્કૃત ભાષામાં પણ તેમણે ઘણી સુંદર રચનાઓ કરી છે. ચૈત્યવંદન, ચતુર્વિશતિ, વૈરાગ્ય રસમંજરી, મેરુત્રયોદશી કથા વગેરે અનેક ગ્રંથોમાં તેઓશ્રીનું કૌશલ્ય ઝળકી ઉઠે છે. કવિત્વ શક્તિ દ્વારા તેઓએ શાસનની અનેરી પ્રભાવના કરી છે. પૂ. શ્રી આચાર્યદેવે હજારથી પણ વધુ કાવ્યો રચ્યાં છે.
તું જુદા નહિ, મેં જુદા નહિ ઔર કોઈ જુદા નહિ.” આવા પદ્યોમાં તેઓશ્રીએ પરમાત્મા, સમદર્શિત્વ, આત્મ સમદર્શિત્વના ભાવો રેલાવ્યા છે.
મહાકવિનું એક ગીત ઘણું જ ભાવવાહી છે. એ ગીત દ્વારા તેઓ આ સંસારના યાત્રીને કહે છે :
તું ચેત મુસાફિર ચેત જરા, ક્યોં માનત મેરા મેરા હૈ ઈસ જ્ઞમેં નહિ કોઈ તેરા હૈ,
જો હૈ સો સભી અનેરા હૈ” પૂ. આચાર્ય માટે વિવિધ અભિપ્રાયઃ
તેઓશ્રી સરલહૃદયી સાધુચરિત મહાપુરુષ હતા. તેઓશ્રીના પવિત્ર સુવિશાળ હૃદયસાગરમાં પ્રમોદભાવનાનાં નિર્મલ ગંગાતરંગો ઊછળતા હતા. હાનામાં ન્હાના માણસના પણ ગુણને ગ્રહણ કરવામાં તેઓશ્રી સજાગ હતા. કોઈના પણ દોષને જોવાનું તેમનું નિર્મળ હૃદય કદી તૈયાર ન હતું. તેઓ જ્ઞાનના ગંભીર સાગર પણ હતા છતા શાંત, ધીર અને સ્થિતપ્રજ્ઞ હતા. તેઓશ્રી બાળક પ્રત્યે પણ નિખાલસભાવે વર્તતા હતા.” ભદ્રેશ્વરજી જૈન વસઈ તીર્થ
પં. કનકવિજયજી ગણિ તા. ૧૧-૧-૬૨, ગુરુવાર
“મહાપુરુષો એની કાયથી નહિ પણ એમની જીવનધારાથી જ શોભતા હોય છે. પૂ. શ્રી આચાર્ય ભગવંતની જીવનધારા અનેક આત્માઓને મંગળ માર્ગનું ઉદ્દબોધન આપી શકી હતી.”
વૈદ્ય શ્રી મોહનલાલ ધામી જેઓ કવિ કુલકિરીટ હતા, જેઓ વ્યાખ્યાન વાચસ્પતિ હતા, જેઓ સ્વપર શાસ્ત્રોના જાણકાર હતા, જેઓ 'લ્યાણ' માસિકમાં ભવ્યાત્માઓની શંકાઓને દૂર કરનારા હતા, જેઓ સરળ, શાંત, દાન્ત આદિ અનેક ગુણોથી વિભૂષિત હતા.'
પૂ. આ. શ્રી અમૃતસૂરીશ્વરજી મહારાજ
કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ • ૧૧૩