________________
સમારોહ લેખ-સંચય વિશેષ
જૈન ધર્મના મુનિવર્યો અને વિદ્વાનોની અભિરુચિ, જૈન શાસ્ત્રો અને સાહિત્યના સાચવણીપૂર્વકના સંગ્રહ અને સંવર્ધનની રહી હોવાથી ઈ. સ. પૂર્વેનો સમૃદ્ધ વારસો પણ એમના જ્ઞાનભંડારોમાં હસ્તપ્રતો રૂપે અકબંધ જોવા મળે છે. મહદ્અંશે આચાર્યો અને મહારાજસાહેબો સાહિત્યસર્જન કરી જૈન શાસ્ત્રોનાં આગવાં અર્થઘટનો સમાજ સમક્ષ મૂકતા. એ રીતે શાસ્ત્ર, વ્યાકરણ, સિદ્ધાંતો, ધાર્મિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, ચરિત્રલેખો, પદો, સ્તવનો, અનુવાદો, સમશ્લોકી અનુવાદો, સંપાદનો જેવું મબલખ સાહિત્ય તેઓની સૂઝ, શક્તિ અને કુનેહને કારણે આજે પણ ઉપલબ્ધ છે. બધા જ મુનિવરો બહુશ્રુત વિદ્વાનો હોવાથી તત્ત્વજ્ઞાનની ગહન વાતો ગ્રંથાકારે અવારનવાર પ્રગટ થતી રહે છે. સર્જાતા રહેતા વિપુલ સાહિત્યના અભ્યાસને ઉત્તેજન આપવા જૈન યુવક સંઘ આયોજિત સમારોહમાં ઘણા વિદ્વાનો અને નવોદિત સર્જકો અભ્યાસલેખ રજૂ કરી, ત્રણ દિવસ સાથે રહી વિચારોનું આદાનપ્રદાન કરે છે. આ સંદર્ભે મોહનખેડામાં યોજવામાં આવેલ ૨૨મા જૈન સાહિત્ય સમારોહમાં “૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યકારો વિશે એક દિવસ લગભગ પચાસ અભ્યાસલેખ રજૂ થયા, જેનો આ સમૃદ્ધ સંચય છે.
અહીં સમાવિષ્ટ નથી એવા પણ કેટલાક વિદ્વાનોએ આ નિયત સમયગાળામાં વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. એમના ગુણવત્તાસભર સર્જન વિશે થોડું જાણીએ, પામીએ અને પ્રમાણીએ એ ઉચિત લેખાશે. હાલમાં વિદ્યમાન નથી એવા સર્જકો વિશેનો આ અભ્યાસગ્રંથ હોવાથી મોટા ગજાના વિદ્યમાન સર્જકો વિશે તો ફરીથી ક્યારેક.
સૌપ્રથમ યાદ કરું છું વાડીલાલ મોતીલાલ શાહને, જેમનો જીવનકાળ ૧૮૭૮થી ૧૯૩૧ હતો અને જેઓ સર્જક, ચિંતક, સંપાદક, સંશોધક, સંનિષ્ઠ ક્રાંતિકારી પત્રકાર, સમર્થ ગદ્યકાર અને ઘનિષ્ઠ સામાજિક નિસબત ધરાવતા વિદ્વાન હતા. જૈન’ શબ્દને એમણે એટલા વ્યાપક અર્થમાં પ્રયોજીને ઊંચાઈ પર સ્થિત કર્યો છે જે વૈશ્વિક ભૂમિકાએ સ્વીકૃત બને. જેન' એટલે “સામાન્ય મનુષ્ય' નહિ પણ “મનુષ્ય વિશેષ.” જે સામાન્ય જનને માથે જ્ઞાન અને ક્રિયારૂપી બે માત્રાઓ લાગે તેને જૈન' કહેવાય. એટલે કે જેનો અર્થ જૈન ધર્મના સિદ્ધાંતોને અનુસરનારી જ્ઞાતિ નહિ. એ સમૂહસૂચક શબ્દ નથી પણ ભાવસૂચક
13