________________
વૈરાગ્ય રસ મંજરી' આ ગ્રંથની રચના મનોરમ્ય છે, સંસ્કૃતમાં પદ્યબદ્ધ આલેખાયેલ છે. આ મંજરી ખરેખર વૈરાગ્યની અને આધ્યાત્મિકતાની અપૂર્વ રસલહાણ કરે છે. મુનિરાજે સુરત નજીક બુહારીમાં પોતાના પૂ. ગુરુદેવની અંતિમ અવસ્થા સમયે આ ગ્રંથની રચના કરી છે. વૈરાગ્ય રસ મંજરીનું ગુજરાતીમાં ભાષાંતર પણ થયેલ છે. આ ગ્રંથ જે આત્મા એક વાર વાંચે છે તે પુનઃ વાંચ્યા. વિના રહી શકતો નથી. વિલાસ અને વિષયના ભયંકર ઝંઝાવાતભર્યા યુગમાં આ ગ્રંથ અધ્યાત્મની દીવાદાંડી છે. | મુનિશ્રીએ જેમ ભવ્ય ગ્રંથોની રચના કરી છે તેમ પુરાણ શાસ્ત્રનો પણ જીર્ણોદ્ધાર કર્યો છે. તાર્કિક શિરોમણિ આચાર્ય ભગવાન મલ્લવાદિસૂરીશ્વરજી મહારાજના અઢાર હજાર શ્લોક વાળા દ્વાદસાર નયચક્ર નામના મહાન ગ્રંથનો સૂરીશ્વરજીએ પુનરુદ્ધાર કર્યો છે. નયચક્રને સૂરીશ્વરજી પોતાના પ્રાણ કરતાં અધિક લેખતા. આ ગ્રંથના સંપાદનમાં મુનીશ્વરનો અતૂટ પરિશ્રમ હતો. એક બે નહિ પણ સોળ સોળ વર્ષની અવિરત સાધના દ્વારા આ ગ્રંથનું સંપૂર્ણ ચાર ભાગમાં પ્રકાશન થયું છે. સૂરીશ્વરજીએ નયચક્ર પર “વિષપદ વિવેચન ટીપ્પણ લખી સિદ્ધિ સાધનાની દાસી છે.' એ ચરિતાર્થ કર્યું છે. સિદ્ધિના સ્વામી બનવા સાધનાના સ્વામી બનવું જરૂરી છે. સૂરીશ્વરજીની આ સાહિત્યસાધનામાં તેમના પ્રિય અને વિદ્વાન શિષ્ય પંન્યાસ વિક્રમવિજયજી ગણિવરે સારો સહકાર આપ્યો છે. ભક્તોએ ધનને હાથનો મેલ ગણી તેનો અપૂર્વ સદ્વ્યય કર્યો છે. નયચક્ર એટલે ન્યાયનો આકર ગ્રંથ ! નયચક્ર એટલે મલ્લવાદિસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનનો અપૂર્વ નીચોડ ! નયચક્ર એટલે જિનશાસનના ગ્રંથભંડારનું આભૂષણ ! પૂ. શ્રી લબ્ધિસૂરીશ્વરજીની સાહિત્યોપાસનાનો આ અણમોલ ગ્રંથ છે.
આ ગ્રંથનું વિમોચન ભારતના ઉપરાષ્ટ્રપતિ તત્ત્વચિંતક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે દાદરમાં ઈ. સ. ૧૯૬૦ના માર્ચ માસમાં થયું હતું. તે વખતે ભારતીય વિદ્યાભવનના ડો. દીક્ષીતાર પણ હાજર હતા. આ બંને મહાનુભાવો સંસ્કૃતમાં જ બોલવાના હતા. તે સમયે પૂ. આચાર્ય ભગવાન તાવથી પીડાતા હતા, છતાં ચાલીસ વર્ષ બાદ પણ સંસ્કૃતમાં પ્રવચન કર્યું હતું. બુલંદ અવાજ અને ભાષાનું પ્રભુત્વ સૌને મંત્રમુગ્ધ કરી રહ્યું હતું. પ્રવચન સાંભળી વિદ્વાનો હર્ષવિભોર બની ગયા હતા. નયચક્રના અભ્યાસમાં ન્યાયનિપુણ વિદ્વાનોની બુદ્ધિ પણ કુંઠિત થાય છે, છતાં પરિશ્રમથી બુદ્ધિને સતેજ કરી આ ગ્રંથના રસમાં તરબોળ બને છે. નયચક્રના વાંચન પછી આવા વિષમગ્રંથના સંપાદક સૂરિદેવને સૌ નયચક્રોદ્ધાર' તરીકે ઓળખતા થયા.
દયાનંદ કુતર્ક તિમિરતરણી' નામનો ગ્રંથ મુનિશ્રીએ હિંદી ભાષામાં આલેખ્યો છે. પંજાબમાં અડ્ડો જમાવી રહેલ દયાનંદ સરસ્વતીના સત્યાર્થ પ્રકાશનું આ ગ્રંથમાં મુનિશ્રીએ ખંડન કર્યું છે. દુરાગ્રહીઓને યુક્તિ પ્રયુક્તિથી સત્યાગ્રહી બનાવવા
૧૧૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો