________________
વિક્રમનું ૨૦મું શતક
૨૦મી સદીમાં જોઈએ તો ચિદાનંદ (કપૂરવિજય) મસ્ત અધ્યાત્મી મહાપુરુષ હતા. ડાહ્યાભાઈ ધોળશાજી નાટાર અને રામચંદ્ર કવિ, અધ્યાત્મી ફિલસૂફ હતા. હુકમ મુનિ અધ્યાત્મ મુનિ થયા. તેમણે સં. ૧૯૦૩માં દીક્ષા લીધી હતી. તેમણે દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મને લક્ષીને અનેક કૃતિઓ ગદ્યપદ્યમાં ગૂર્જર ભાષામાં રચી. વિજય રાજેન્દ્રસૂરિનું મહાનમાં મહાન કાર્ય “અભિધાન રાજેન્દ્ર કોષ' નામનો સંગ્રહ ગ્રંથ છે. જૈન આગમોનો એવો કોઈ વિષય નથી કે જે આ મહાકોષમાં ન આપ્યો હોય. આખા ગ્રંથનું પ્રમાણ સાડાચાર લાખ શ્લોક પ્રમાણ છે.
વીસમી સદીના મહાન સાહિત્યકાર તરીકે પૂ. શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરિ) જાણીતા છે. તેમણે સત્તરભેદી પૂજા, વીસ સ્થાનક પૂજા વગેરે ઘણી પૂજાઓ બનાવી છે. ૧૯૩૯માં આંબલામાં “અજ્ઞાન તિમિર ભાસ્કર' ગ્રંથ લખવો શરૂ કર્યો. ખંભાતમાં ત્યાંના પ્રાચીન તાડપત્રો પરના ધર્મપુસ્તકો વાંચ્યા ને અજ્ઞાન તિમિર ભાસ્કરનો ગ્રંથ પૂરો કર્યો. તેઓ બુદ્ધિવિજય (બુટેરાયજી)ના શિષ્ય હતા.
અજ્ઞાન તિમિર ભાસ્કર' ઉપર વિશેષ કામ કરવા ઇચ્છનાર પ્રૌઢ સંશોધક અને ઇતિહાસકારને પુષ્કળ અવકાશ છે.
અત્યંત પ્રાચીનકાળથી ગુજરાતે એવા નરરત્નો નિપજાવ્યા છે કે જેમનું કાર્યક્ષેત્ર ગુજરાતની સીમાની પેલે પાર ક્યાંય સુધી વિસ્તરેલ હોય. એમની સિદ્ધિઓને કાળ કદી થાપટ મારી શક્યો નથી, નામશેષ કરી શક્યો નથી.
mત પાસેથી આવાં નરરત્નો જેટલું પામ્યા છે તેના કરતાં અનેકગણું ગત તેમની પાસેથી પામેલ છે. એમણે પ્રગટાવેલો જ્ઞાનદીપ અવિરતપણે ઝબુક્યા જ કરે છે અને ઘણી વાર તો એમની જીવનજ્યોત વિલિન થયા બાદ પણ એમની પ્રેરણા અનેકના જીવનને અજાણી રહે છે.
મોતી અનેક પ્રકારના હોય છે. કેટલાક મોતી એવા હોય છે કે જમીન પર પડતાની સાથે જ ફૂટી જાય. કેટલાક મોતી એવા હોય છે કે અંગૂઠા અને આંગળી વચ્ચે દબાવીએ તોપણ તૂટી જાય. પણ સાચા મોતી તો એવા હોય છે કે એમના પર ઘણનો ઘા પડે તોપણ એ તૂટતા નથી.
જગતમાં કેટલાક માનવીઓ “ત્રણ ટકાનાં તેર” જેવા હોય છે તો બીજી તરફ લાખ સોનામહોર દેતાં પણ ન મળે તેવા હોય છે. માણસની વિવિધ કક્ષાઓ દર્શાવવા માટે “માણહ, માણસ, મનુષ્ય અને મનિષી જેવા શબ્દો વપરાય છે.
આવા એક મનિષીઓમાંથી પણ મહાન માનવોત્તમ હતા શાસન પ્રભાવક આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ. આચાર્ય શબ્દનો અર્થ થાય છે – જેમનું તમામ વર્તન અનુકરણ કરવા યોગ્ય હોય છે. આવા આચાર્ય જ સાચા અર્થમાં આચાર્ય ગણાય. આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી
કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ - ૧૦૫