________________
ક્રિયાકાંડો કરતાં સત્યનો સ્વીકાર કરી મસ્ત જીવન જીવનારાનું જ અનુકરણ આપણું કલ્યાણ કરી શકે.
બ્રહ્મચર્ય અને સંયમની વાતની પુષ્ટિ કરવા ત્રીજા ભાગમાં નાગિલા અને ભવદેવનો સુંદર સંવાદ વર્ણવ્યો છે. માનવતાનું મીઠું જગત એ એવા વ્યાખ્યાનોનો સંગ્રહ છે કે તેનું સતત અમૃતપાન કર્યા જ કરીએ એવી અનુભૂતિ થયા વગર રહેતી નથી.
કવિવર્ય પૂ. નાનચંદ્રજી મ. સા. ની શિષ્ય સંપદા જોઈએ તો વિ. સં. ૧૯૮૩માં પૂ. ચુનીલાલજી મ. સા. ને તથા વિ. સં. ૧૯૮૫માં પૂ. મુનિશ્રી સંતબાલજીને દીક્ષા આપી હતી.
સંતબાલજીનું વ્યક્તિત્વ ક્રાંતિકારી હતું. તેમણે પોતાના ગુરુના વિચારો ઝીલ્યા હતા અને ગાંધીવિચારધારા તેમના જીવનમાં પ્રતિબિંબિત થાય છે. તેમણે ભાલનળકાંઠા અને વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ મુંબઈ તથા ચીંચણમાં મહાવીર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરેલી.
વિ. સં. ૨૦૨૧ના માગસર વદ ૯ને રવિવારે પ્રાર્થના - નિત્યક્રમ પૂર્ણ કરી ચાર શરણા સ્વીકારી સમાધિભાવે ૧૦.૧૫ મિનિટે મહાપ્રયાણ કર્યું. ભારતભરના અનેક સ્થળેથી અંતિમવિધિમાં સાયલામાં દસ હજાર ભક્તોએ ભાગ લીધો.
એકંદર ૬૪ વર્ષના સંયમપર્યાય બાદ માનવ-ધર્મ અને પ્રાર્થનાની મહત્તાના સંસ્કાર રેડી પૂ. મહારાજશ્રીએ ચિરવિદાય લીધી. સદાચાર અને નિર્બસનતાના પુરસ્કૃત કવિવર્ય નાનચંદ્રજી મ. સા. ને ભાવાંજલિ.
ડૉ. મધુબહેન ગુણવંતભાઈ બરવાળિયા ૬૦૧, ‘સ્મિત ઉપાશ્રય લેન, ઘાટકોપર (દ)
મુંબઈ 022-25oi0658 મો. 09833598481
કવિવર્ય નાનચંદ્રજી મ.સા.નું જૈનસાહિત્યમાં યોગદાન + ૧૦૩