________________
ભક્તિ માતા બોધ પિતા છે, કર્મયોગ છે ભાઈ, ઉપાસના છે વ્હેની નીતિ, જીવનની છે કમાઈ.
ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી, બોલે મીઠી વાણી, ઊંચ ને નીચનો ભેદ ગણ્યા વણ, કરે ઉપકાર કમાણી.
આત્મજ્ઞાની હોય તો હમકું, આતમ રૂપે જાને, બુદ્ધિસાગર દિલમેં ખરગટ પરમેશ્વરકું પ્રમાને.
મેરા આતમ આનંદ નૂર, અમીરસ છાય રહા, હમ લાલન મસ્ત ફકીર, અગ્નિરસ પાન લહાં, બ્રહ્મચિદાનંદમય પ્રભુ રે, નિરખી દુઆ મસ્તાના, બુદ્ધિસાગર આત્મમેં રે, હુઆ પરમ ગુલ્લાના.
આવવું મળવું લેવું ન દેવું ફરવું ખરવું ન કરવું, બુદ્ધિસાગર શુદ્ધોપયોગે આતમપ્રભુપદ ધરવું.
આતમ અકલ કલા હારી, હારી અલખ અભિ ન્યારી, નહિ તું માયા નહિ તું કાયા, નહિ તું પવન ને પાણી રે, નહિ તું પૃથ્વી, નહિ તું અગ્નિ, નહિ આકાર નિશાની.
અમારો નિશ્ચય જ્ઞાન સમાધિ, યોગે પ્રભુરૂપ થાવું તેહ, અનુભવ એવો અમને આવ્યો, પ્રભુપદ વરશું બની વિદેહ.
જે દુર્ગશ વ્યસનો નહિ જીતે, નપુંસકમાં તે વડો, મનથી હાર્યો તે જગથી હાર્યો, મન જીતો, નહિ રડો.
અહીં કવિતા છે પણ ભાષા કે કવિનો આડંબર નથી. સાધના દ્વારા જે આંતર અનુભૂતિ પ્રાપ્ત થઈ એની જ કાવ્યબાનીમાં ચોટદાર અભિવ્યક્તિ છે. અહીં આત્માનંદની મસ્તી ભાવકના મનને ભેદવા સમર્થ છે. સાથેસાથે ચિંતનની કેડી પણ પકડાવી દે છે.
પ.પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો + ૯૩