________________
શબ્દબદ્ધ થયા છે. આ રોજનીશીનું સાહિત્ય મૂલ્યાંકન પણ સ્મરણીય છે. હજી કેટલીક રોજનીશી અપ્રગટ છે. એ જ્યારે પ્રગટ થશે ત્યારે સાહિત્યજગતને એનું મૂલ્યવાન પ્રદાન સમજાશે.
શ્રીમના અંતિમ બે ગ્રંથો પૂજ્યશ્રીના કાળધર્મ પછી એટલે એમની હયાતી પછી પ્રગટ થયા. ાલ્પનિક અધ્યાત્મ મહાવીર’ અને ‘શ્રી જૈન મહાવીર ગીતા' આ ગ્રંથો વિશે આચાર્ય વાત્સલ્યદીપ લખે છે, જીવનના અંતિમ સમયે તેમણે ખાંભાના અંતેવાસી અને ગુરુભક્ત કવિ મ. ઓ. પાદરાક૨ને કાલ્પનિક અધ્યાત્મ મહાવીર અને શ્રી જૈન મહાવીર ગીતાની હસ્તપ્રત સોંપી અને કહ્યું કે મારા મૃત્યુ પછી એક પચ્ચીસી વીતે પ્રકટ કરજો.' લગભગ ૪૦ વર્ષ પછી ગ્રંથોની હસ્તપ્રત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના પટ્ટ પરંપક શિષ્ય, પરમ પૂજ્ય, શાંતમૂર્તિ આચાર્યશ્રી દુર્લભસાગરસૂરિજી મહારાજના હાથમાં આવી. તેમણે વિ.સં. ૨૦૨૫માં પ્રકાશન કાર્ય કર્યું. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ પૂ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજીની ગુરુભક્તિ અને ગ્રંથ પ્રકાશનને જૈન સંઘની મહત્ત્વપૂર્ણ ઘટના કહી છે.’
આ મહાવીરગીતા મૂળ સંસ્કૃતમાં, આજથી છ વર્ષ પહેલાં આ ગ્રંથનું ગુજરાતીમાં અવતરણ થયું અને પ્રબુદ્ધ જીવન માસિકમાં ક્રમશઃ પ્રકાશિત થયું, જે વર્તમાનમાં પુસ્તકાકારે ઉપલબ્ધ છે. આ ગ્રંથનું સંપાદન-ભાષાંતર પૂ. આચાર્ય વાત્સલ્યદીપે કર્યું છે. પૂજ્યશ્રીના સમગ્ર સાહિત્યની વિશેષતા એ છે કે પ્રત્યેક ગ્રંથની પ્રસ્તાવના સ્વયં પોતે લખી છે. અને એમાં એ ગ્રંથ રચનાનો ઉદ્દેશ અને મર્મ પ્રગટ કર્યો છે. આ પ્રસ્તાવનાઓમાં એમની વ્યાપક વિચારસૃષ્ટિનાં દર્શન થાય છે. પૂજ્યશ્રીએ વિવિધ વિષયો સાથે જેટલું ગદ્ય લખ્યું છે એ પ્રમાણે પદ્યમાં પણ એમનું સર્જન વિશાળ અને તત્ત્વભર્યું ગહન છે. આપણે થોડી પંક્તિઓ આસ્વાદીએ.
અલખ હમારા દેશ ખરા હૈ, અલખ હમારા નામા હૈ; સિદ્ધ સ્થાન હૈ સત્ય હમારા, આશ્રય આતમ રામા રે.
** *
આર્ત રૌદ્ર બે ત્યાગી ને, ધરીએ ધર્મનું ધ્યાન, શુક્લ ધ્યાનને ધ્યાવતા, ચિદાનંદ ભગવાન.
**
નાભિ કમલમાં સુરતા સાધી, ગગન ગુફામાં વાસ કર્યો, ભૂલાણી સૌ દુનિયાદારી, ચેતન નિજ ઘરમાં હી ઠર્યો, ઇન્દ્રાસનની પણ નહિ ઇચ્છા, વંદન પૂજન માન ટળ્યું, અલખ નિરંજન સ્વામી મળિયો, જલબિંદુ જલધિમાં ભળ્યું.
**
પ.પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીઃ સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો + ૯૧