________________
૧૭૪
ગુજરાતના ચૌલુકથાલીન અભિલેખ : એક અધ્યયન
કે મેઘનાદ નામને મંડપ કરાવ્યો હતે...૨૬૧ આ વખતે મહેર રાજવી જગમલ્લ ટિમાણમાં રાજ્ય કરતું હતું અને તે ભીમદેવ ર જાન સામંત હતે. આમ અભિ લેખના પુરાવાના આધારે જણાય છે કે ભીમદેવના સમયમાં સૌરાષ્ટ્રના જુદા જુદા વિભાગોમાં જુદા જુદા સામંત વહીવટ કરતા હતા. ભીમદેવ ર જાના સમયની વિ.સં. ૧૨૪૭ (ઈ. સ. ૧૧૯૧) ની હસ્તપ્રતના આધારે જણ્ય છે કે ભરૂચમાં પણ ભીમદેવ ર જાની સત્તા હશે. વિ. સં. ૧૨૪૨ (ઈ. સ. ૧૧૮૬)ના તામ્રપત્રના આધારે તેમજ વિ. સં. ૧૨૫૩ના પ્રતિમાલેખના આધારે ૬૩ જણાય છે કે વાગડ (ડુંગરપુર-વાંસવાડા) પ્રદેશમાં ભીમદેવનું રાજ્ય ચાલુ હતું.
વિ. સં ૧૨૬૩ (ઈ. સ. ૧૨૦૭) ના તામ્રપત્ર પરથી જણાય છે કે મેવાડમાં પણ ભીમદેવની સત્તા હતી. આ તામ્રપત્રમાં મેદપાટમંડલમાંથી ભીમદેવે ભૂમિદાન કર્યાને નિર્દેશ થયેલ છે.
વિ. સં. ૧૨૬૫ (ઈ. સ. ૧૨૦૯) ના શિલાલેખના આધારે જણાય છે કે આબુના પરમાર રાજાઓ પર પણ ભીમદેવનું આધિપત્ય હતું. આ લેખમાં ચંદ્રાવતીના માંડલિક તરીકે ધારાવર્ષદેવને તથા યુવરાજ તરીકે પ્રલાદનદેવનો નિર્દેશ થયેલ છે. આ લેખમાં પ્રહલાદનદેવને પદર્શનમાં તથા બધી જ કલાઓમાં નિષ્ણાત કહ્યો છે.
આમ ઉપરોક્ત અભિલેખના આધારે પ્રમાણે જોતાં જણાય છે કે વિ.સં.. ૧૨૩૪ થી વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૧૭૮ થી ૧૨૧૦) દરમ્યાન ભીમદેવે ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર, લાટ, વાગડ, મેવાડ, આબુ અને કિરા સુધી પોતાની સત્તા પ્રવર્તાવી હતી.
' જો કે ભીમદેવ ૨ જાના રાજ્યકાળ દરમ્યાન બાહ્ય આક્રમણે પણ થયાં હતાં.. આ આક્રમણ કરનાર માળવાનો રાજવી અજુનવર્મા હતું. આ અજુનવર્મા પરમાર સુભટવર્માને પુત્ર હતા. અજુનવર્માએ પાટણ પર ચડાઈ કરી તે વખતે પાટણમાં ભીમદેવ ર જાને બદલે જ્યસિંહ ૨ જાની સત્તા હતી. આ યુદ્ધ વિ. સં. ૧૨૬૭ (ઈ. સ. ૧૨૧૧) પહેલાં થયું હતું, કારણ કે અજુનદેવના એ જ વર્ષના દાનપત્રમાં એને ઉલ્લેખ થયેલ છે. ૨૬૪ ભીમદેવનો ઉલ્લેખ એ પહેલાં ઈ.સ. ૧૨૯ સુધીના લેખમાં થયેલ છે.૨૬૫ આ અજુનવર્મા અંગેની વિશેષ ચર્ચા હવે પછીના રાજવી જયસિંહ ૨ જામાં કરેલી છે.