________________
પ્રાકથન
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે એક અધ્યયન” નામના પ્રારા મહાનિબ ધ નિમિતે થયેલ સ્વાધ્યાય અને સંશોધનને પુસ્તકરૂપે પ્રગટ કરતાં મને અતિ આનંદ થાય છે. - ગુજરાતના પ્રાચીનકાલના ઇતિહાસમાં ક્ષત્રપાલ મૈત્રકકલ અને ચૌલુક્ય કાલ એ ત્રણે દીર્ઘ કાલે વિશિષ્ટ મહત્વ ધરાવે છે. એમાં ચૌલુક્યકાલ ઈ. સ. ૯૪૨ થી ૧૨૪૪ ના સમય પટને આવરે છે. આ કાળ દરમ્યાન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ જાણવા માટે અનેકવિધ સંશોધન થયાં છે એમાં અભિલેખનું વિશિષ્ટ મહત્વ છે.
ચૌલુક્યકાલીન અભિલેખે જુદાં જુદાં સામયિકોમાં છેલ્લા કેટલાય દાયકાથી પ્રગટ થતા રહ્યા છે. એ પૈકીના એતિહાસિક અભિલેખેને ગુજરાતના એતિહાસિક લેખો'માં શ્રી ગિરજાશંકર વલ્લભજી આચાર્યે પ્રગટ કર્યા છે. આ કાલના લેખોની સૂચિ પણ ગુજરાત ઇતિહાસ પરિષદ તરફથી પ્રગટ કરવામાં આવી છે. શ્રી અશોકકુમાર મજુમદારે અભિલેખોને કેટલેક ઉપયોગ કરીને “The Chaulukyas of Gujarat” નામે પુસ્તક રચ્યું છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસમાં અને શ્રી રસિકલાલ છો. પરીખે “કાવ્યાનુશાસન'ની પ્રસ્તાવનારૂપે આપેલ ગુજરાતના ઈતિહાસમાં એને કેટલેક ઉપયોગ કર્યો છે. વળી સોલંકીકાલને લગતા “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ” ગ્રંથ-૪ તેમજ નવીનચંદ્ર આચાર્યો એ નામે લખેલા ઈતિહાસમાં પણ એઓને ઉપયોગ થયો છે, પરંતુ આ બધા ગ્રંથોમાં અભિલેખોને સર્વાગી ઉપયોગ થયો નથી. એમાં ઘણું કરીને ચૌલુક્યોના ઈતિહાસ પર વધુ ઝોક અપાયો છે અને એમાં સાહિત્યિક સાધનનો વિશેષ અને અભિલેખોને પૂરક સાધન તરીકે ઉપયોગ થયો છે. એમાં પણ રાજકીયને મુકાબલે સાંસ્કૃતિક માહિતીને અતિ અલ્પ પ્રમાણમાં વિનિયોગ થયો છે. તાજેતરમાં ડે. હરિપ્રસાદ શાસ્ત્રીનું Historical and Cultural Study of the Inscriptions of Gujarat નામે પુસ્તક પ્રગટ થયું છે તેમાં પણ અતિહાસિક મુખ્યત્વે રાજકીય મહત્ત્વ ધરાવતા અભિલેખોને આવરી લેવાયા છે. અહીં પ્રસ્તુત પુસ્તકમાં અભિલેખને મુખ્ય આધાર તરીકે લઈ, જરૂર પડે આનુષંગિકપણે સાહિત્યિક સામગ્રીને