________________
૭૨
ગુજરાતના ચૌલુકત્રકાલીન અભિલેખો : એક અધ્યયન
ભીમદેવ ૨એ (પ્રથમવાર) (વિ. સ’-૧૨૩૪ થી ૧૨૬૬)
મૂળરાજ રજાના મૃત્યુ પછી ચૌલુકયોની સત્તા મૂળરાજના નાના ભાઈ ભીમદેવ ૨ જાના હાથમાં આવી. ભીમદેવ ૨ જો વિ. સ. ૧૨૩૪ (ઈ. સ. ૧૧૭૮)માં સત્તા પર આવ્યા અને એણે વિ. સં. ૧૨૯૮ (ઇ. સ. ૧૨૪૨) સુધી લગભગ ૬૩ વર્ષ રાજ્ય કયુ હોવાનું પ્રબંધોમાં નોંધાયું છે.૨૫૦ પરંતુ એણે સળંગ ૬૩ વર્ષી સુધી રાજ્ય કયુ હોવાનું જણાતુ નથી. કારણ કે વિ. સં. ૧૨૬૩ થી ૧૨૮૩ દરમ્યાન યસિહ ૨ જાનુ` ૧૫ વર્ષ જેટલું રાજ્ય હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે.૨૫ ૧
ભીમદેવ ૨ જાના. વિ. સ. ૧૨૭૩૪ થી ૧૨૬૬ (ઈ. સ. ૧૧૭૮ થી ૧૨૧૦) સુધીના ૩૨ વર્ષના રાજ્યકાલ દરમ્યાન ઘણા ઉછીણ લેખા પ્રાપ્ત થયા છે. તેના પ્રથમ અભિલેખ વિ. સ. ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૯)ના કરાડુમાંથી પ્રાપ્ત થાય છે, જ્યારે છેલ્લુ તામ્રપત્ર વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)નુ છે.
અહીં બધા અભિલેખાની વિગતા અપ્રસ્તુત હોઈ કેવળ રાજકીય ઇતિહાસને ઉપયોગી લેખાની વિગતો આપી છે, જે નીચે મુજબ છે :
૧. વિ. સં. ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૮)નો લેખ. કિરાડુમાંથી પ્રાપ્ત આ લેખમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવ ૨ જાના સામત તેજપાલે, કિરાડુમાં તુરુષ્કાએ ભાંગેલી મૂતિની જગ્યાએ નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી.૨૫૨
૨.
વિ. સ. ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦)ના તામ્રપત્રમાં ભીમદેવે રાયકવાલ બ્રાહ્મણ જ્યોતિ સા‰લના પુત્ર આસધરને આનલેશ્વરદેવ મંદિરના નિભાવ અર્થે કડાગ્રામની ભૂમિ આપ્યાની નોંધ છે.૨૫૩
૩. ત્રીજુ તામ્રપત્ર વિ. સ. ૧૨૬૩ (ઈ. સ. ૧૨૦૬૭)નુ છે, એમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવ ૨ જાએ પ્રસન્નપુરથી આવેલા દામોદરના પુત્ર ગોવિંદને સહસચાણા ગામની ભૂમિ દાનમાં આપી હતી.૨૫૪
૪. વિ. સં. ૧૧૬૩ (ઈ. સ. ૧૨૦૬૭)ના તામ્રપત્રમાં જણાવ્યા પ્રમાણે આ રાજાએ લીલાપુરમાં બધાયેલ ભીમેશ્વર અને લીલેશ્વરનાં મંદિરો તેમજ લીલાપુરના જ પ્રષા અને સત્રાગારને ઈંદિયા ગામની જમીન દાનમાં આપી હતી.૨૫૫
૫. વિ. સં. ૧૨૬૫ (ઈ. સ. ૧૨૦૯)ના આયુના શિલાલેખમાં ભીમદેવ ૨ જાના સમયમાં કેદારરાશિએ અચલગઢમાં કનખલ તીથમાં સ્મારકો કરાવ્યા તેની નોંધ છે.૨૫૬