________________
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન સિદ્ધરાજના મિત્ર હતા આથી સિંધુરાજ એ સિંધને કોઈ સુમરા ઠાકર લેવાની શક્યતા જણાય છે.૮૮ ડો. હ. ગં. શાસ્ત્રી અશોકકુમારના આ મંતવ્યને સ્વીકારતા જણાય છે. શ્રી મજુમદારને આ મત ગ્રાહ્ય લાગે છે. અન્ય રાજઓ સાથેના સંબંધે ?
પ્રાપ્ત થતા અભિલેને આધારે સિદ્ધરાજ જ્યસિંહના અન્ય રાજાઓ સાથેના સંબંધો કેવા હતા તેના વિશે પણ જાણવા મળે છે.
વિ. સં. ૧૧૯૬ : (ઈ. સ. ૧૧૩૮–૪૬) ના દોહદના લેખમાં ઉત્તરના રાજ જયસિંહની આજ્ઞાને અનુરતા હતા તેમ જણાવ્યું છે.૧૯૦ પરંતુ આ ઉત્તરના રાજાઓ કોણ તે એક પ્રશ્ન છે. શ્રી દુ. કે. શાસ્ત્રીના મત પ્રમાણે, અજમેરને ચૌહાણ રાજા વિવક્ષિત હોય. પરંતુ એમ જણાય છે કે સિદ્ધરાજના વખતમાં અજમેર વસાવનાર અજયદેવને પુત્ર આનાક કે અનલદેવ તે એ પ્રદેશને રાજા હતે. સિદ્ધરાજના વર્ષ વગરના સાંભરના લેખના આધારે જણાય છે કે સિદ્ધરાજે આ આનાકને હરાવ્યું હશે.
પરમદી_મદન : સિદ્ધરાજના જયસિંહના વર્ષ વગરના તલવાડા શિલાલેખમાં સિંહને પરમદમન કરનાર કહ્યો છે. આ પરમર્દી કેણ તે ચર્ચાસ્પદ છે. કારણ કે દખણને ચાલુક્ય રાજવી વિક્રમાદિત્ય ૬ઠ્ઠો જે પરમદ કહેવાતું હતું તેને સિદ્ધરાજે હરાવ્યું તેવું એક સૂચન થયેલું છે, ૧૯૧ પરંતુ જે સિદ્ધરાજે આવા પરાક્રમી રાજાને વિજય કર્યો હોય તે એનું વિગતે વિવરણ થયું હતું. આથી શક્ય છે કે, પરમદી નામને કઈ સામંત કે મંડલેશ્વર હોઈ શકે. ૧૯ર ચૌલુક્ય કાળ દરમ્યાન પરમદી નામના ઘણા સામંત હતા.૧૯૩ આ પરથી જણ્ય છે કે સિદ્ધરાજે પરમદી નામના કેઈ સામતનું મર્દન કર્યું હશે. સિદ્ધરાજને રાજ્યવિસ્તાર :
સિદ્ધરાજ જ્યસિંહ ચૌલુક્ય રાજ્યને એક વિશાળ સામ્રાજ્યમાં ફેરવી નાંખ્યું હતું. ગુજરાતમાં સિદ્ધરાજનું શાસન દક્ષિણે છેક લાટ દેશ સુધી પ્રવતતું હતું.૧૮૪ વિ. સં. ૧૧૯૩ના ગાળાના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજના મંત્રી અંબપ્રસાદે અને તેના સંબંધીઓએ ગાળામાં ભટ્ટારિકાનું મંદિર કરાવ્યું હતું. વિ. સં. ૧૧૯૫ના કચ્છ-ભદ્રેશ્વરના ચોખંડા મહાદેવમાંના શિલાલેખમાં કચ્છ મંડલને નિર્દેશ થયેલ છે. ત્યારે સિદ્ધરાજના દંડનાયક સજ્જનને વર્ષ વગરને