________________
રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ
૫૭
સેનાપતિ કેશવને દધિપદ્ર (દેહદ) મંડલ અધિકારી નીમ્યા હતા અને એ કેશવે ગેહક (ગોધરા)માં પિતાની માતાના કલ્યાણ અથે ગમ્યનારાયણની પ્રતિમા કરાવી હતી. આ નિમિત્તે ગેહકના સ્વામી વાપલના સેવક રાણક સાકરસિંહે અમુક જમીન દાનમાં આપી હતી. આ લેખના સંદર્ભમાં વિચારતાં જણાય છે કે આ વિસ્તારમાં સિદ્ધરાજે દંડનાયક ની હોઈ તે એની હકુમતમાં હતું. આ પ્રદેશ પર સિદ્ધરાજના પૂર્વજોએ આધિપત્ય જમાવ્યું હોવાનું પ્રતીત થતું નથી. આથી સિદ્ધરાજે આ પ્રદેશ જીત્યો હોવાની સંભાવના વધુ છે.
ડે. ખૂલર આ સંદર્ભમાં જણાવે છે કે માળવાની સરહદ પાસે તથા માળવાના રસ્તામાં એ સ્થળ હેવાની સિદ્ધરાજે દોહદમાં લશ્કરી થાણું રાખેલું હોવું જોઈએ.૧૭૨
વાંસવાડા પર આધિપત્ય : વિ. સં. ૧૧૮૫ (ઈ. સ. ૧૧૩૯)ના ઉજજન શિલાલેખમાં નાગર બ્રાહ્મણ દંડનાયક દાદાના પુત્ર મહાદેવને અવંતીમંડલના દંડનાયક તરીકે નીમ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વાંસવાડા રાજ્યના તલવાડા ગામમાં ગણપતિની મૂર્તિની પાટલી પર એક ત્રહિત લેખ પ્રાપ્ત થયું છે. આ લેખના આધારે સ્પષ્ટ જણાય છે કે વાંસવાડા પ્રદેશ સિદ્ધરાજ જ્યસિંહના તાબા નીચે આવ્યા હતા.
સિદ્ધરાજ જયસિંહના સમગ્ર ઉત્કીર્ણ લેખને આધારે સ્પષ્ટ થાય છે કે સિદ્ધરાજે યશવર્માને હરાવીના માળવા, ચિત્તોડ, ડુંગરપુર અને વાંસવાડાના પ્રદેશ મેળવેલા જે છેક ભીમદેવ જા સુધી ચૌલુક્ય સત્તા નીચે રહ્યા હતા. ૧૭૩ સેરઠ વિજ્ય : સિદ્ધરાજના સોરઠ—
વિજ્યને નિર્દેશ એના વિ. સં. ૧૧૯૬ (ઈ. સ. ૧૧૪૦)ના દેહદ શિલાલેખમાં મળે છે. એમાં જણાવ્યું છે કે એણે સેરઠના રાજાને કારાગૃહમાં નાંખ્યું હતું.
આ અંગે સાહિત્યિક ઉલ્લેખે એમ નોંધે છે કે સિદ્ધરાજને સોમનાથની યાત્રાએ જવું હતું અને માર્ગમાં આવતા જૂનાગઢમાં શાસન કરત સેરઠને રાજા રા'ખેંગાર તેને જવા દે તેમ ન હતા. આથી સિદ્ધરાજે સોરઠ પર આક્રમણ કરી ખેંગારને માર્યો અને તેની પત્ની રાણકદેવીને પિતાની સાથે એ લઈ જતે હતો પરંતુ માગમાં વઢવાણુ પાસે તે સતી થઈ.૧૭૪ આ સાહિત્યિક ઉલ્લેખને ઉપયુક્ત અભિલેખના પ્રમાણુ સાથે સરખાવવા ઉપરાંત અહીં એક બીજી બાબત પણ લક્ષ્યમાં લેવી જોઈએ. કુમારપાલે તેના વિ. સં. ૧૨૦૯ના કિરાડુ લેખમાં નફૂલના