________________
४८
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખેઃ એક અધ્યયન નડલના ચાહમાન સાથેના સંબંધ: નડુલના ચાહમાન સાથે ભીમદેવના સંબંધે સંઘર્ષભર્યા હતા. આ પ્રકારની માહિતી દુર્લભરાજના સાળા મહેન્દ્રના પુત્ર અણહિલ અને પાત્ર આહિલના સુંધાના લેખમાંથી મળે છે. એમાં લખ્યું છે કે, “એણે ગુજરરાજા ભીમની સેનાને હરાવી હતી.” શ્રી દુ. કે. શાસ્ત્રીના મત મુજબ અણહિલ અને આહિલ બન્ને એક જ મુદ્ધમાં ભીમના લશ્કર સામે લડયા હોવા જોઈએ. આ ઉપરાંત અણહિલ પછી નડુલની સત્તા પર બાલપ્રસાદ આવ્યું જે ભીમદેવને સામંત જણાય છે. આ બાલપ્રસાદે ભીમદેવને સમજાવી કૃષ્ણદેવને કેદમાંથી છોડાવ્યો હતો. - આ પરથી શક્ય છે કે વિમલમંત્રીએ ચંદ્રાવતી પર ચડાઈ કરી ત્યારે તેનું લશ્કર નડુલ પર પણ ચડયું હશે અને એ રીતે અણહિલ અને આહિલે તેને હરાવ્યો હશે.૧૧૭ પરંતુ આ અણહિલ તેમજ તેને ઉત્તરાધિકારી બાલપ્રસાદ સ્વતંત્ર રહી શક્યા નહિ અને તેઓ ભીમદેવની અર્ધ સત્તા સ્વીકારી તેનું સામંત પદ ધરાવતા હોવાનું જણાય છે. પ્રો. કિહાનના મત મુજબ સામંત બાલપ્રસાદે ભીમદેવને મનાવી તેના કેદખાનામાંથી કૃષ્ણદેવને છેડાવેલો તે કૃષ્ણદેવ આબુને રાજા કૃષ્ણદેવ હોવો જોઈએ.૧૧૮
કૃષ્ણદેવના મોટાભાઈ પૂર્ણપાલને વિ.સં. ૧૧૦૨ (ઈ. સ. ૧૦૨૬) લેખ મળે છે. ૧૧૯ તેના આધારે જણાય છે કે, ભીમદેવે આબુ પર ચડાઈ કરી કૃષ્ણદેવને કેદ કર્યો હોય.
ભીમદેવની વિવિધ પ્રવૃત્તિઓ
આભિલેખિક તેમજ સાહિત્યિક અભ્યાસને આધારે જણાય છે કે ચૌલુક્ય રાજવી મૂળરાજે સ્થાપેલા ગુજરાતના ચૌલુક્ય રાજ્યને વિકાસ કરવાનું મુખ્ય કાર્ય ભીમદેવ ૧ લાએ કર્યું. મૂળરાજે જીતેલ ઉત્તરનો આબુ સુધીનો પ્રદેશ ભીમે પિતાને તાબે રાખે. આ ઉપરાંત નડ્રલના રાજવીને પણ પોતાના સામંત બનાવ્યું જ્યારે ભોજ જેવા પરાક્રમી રાજા સામે ટકી ચેદીના કર્ણને મદદ કરીને એણે ગુજરાતની સીમા વિકસાવી. સમય જતાં સિદ્ધરાજ એને પગલે આગળ વધીને માળવા વિજય હાંસલ કરી શક્યો.
અભિલેખોના આધારે જણાય છે કે ભીમદેવના બધા જ લેખોમાં તેના નામની આગળ “સમસ્ત રાજાવલી વિરાજિત મહારાજાધિરાજ” એવું વિશેષણ લગાડેલું છે, પણ એમાં અગાઉના રાજવીઓની જેમ પરમભટ્ટારક, પરમેશ્વર, રાજાધિરાજ