________________
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખઃ એક અધ્યયન જેમાં વદ્ધિ-વઢિયારના મંડલ ગામની જમીન દાનમાં આપ્યાની વિગત
મળે છે. ૧૦૧ (૩) વિ. સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩૦)માં ભીમદેવે કચ્છમંડલમાં આવેલા
ઘહિકા-દ્વાદશનું મસૂરા ગામ મંગલશિવના પુત્ર અજયપાલને દાનમાં
આપ્યું હતું તેને લગતી વિગત નોંધાયેલી છે. ૧૦૨ (૪) વિ. સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૩૨)ના લેખમાં ભીમદેવ ૧ લાના મંત્રી
વિમલે આબુ પર વિમલવસહી કરાવી તેને લગતી વિગત છે.૧૩ (૫) વિ. સં. ૧૦૯૩ (ઈ. સ. ૧૦ : ૩૬-૩૭)ના લેખમાં પ્રસન્નપુરના ગોવિંદને
કચ્છમાં જમીનનું દાન આપ્યું હતું તેની વિગત અપાઈ છે.૧૪ (૬) વિ. સં. ૧૧૧૨ (ઈ. સ. ૧૦૫૬) પાળિયાદ લેખ, જેમાં વદ્ધિ વિષયના
ઉદીચ્ય બ્રાહ્મણને દાન આપ્યાને લેખ છે.૧૦૫ છ) વિ. સં. ૧૧૧૭ (ઈ. સ. ૧૦૬૧)ને કચ્છ ભદ્રેશ્વરને લેખ, જેમાં પ્રસન્ન
પુરથી આવેલા બ્રાહ્મણોને દાન આપ્યાની નેધ છે.૧૦૬ (૮) વિ. સં. ૧૧૧૮ (ઈ. સ. ૧૦૬૨-૬૩)ને આબુ પર આવેલા વિમલવસહી
મંદિરને લગતા લેખ.૦૭ આ લેખમાંથી વિશેષ માહિતી પ્રાપ્ત
થતી નથી. (૯) વિ. સં. ૧૧ર૦ (ઈ. સ. ૧૦૬૪)ના પાલનપુરના લેખમાં ધાણદા આહારમાં
એક મોઢ બ્રાહ્મણને વરણાવાડા ગામમાં ત્રણ હળ જમીન દાનમાં આપી હતી તેવો ઉલ્લેખ છે. ૧૦૮
સમકાલીન તથા અનુકાલીન અભિલેખોમાં ભીમદેવને નિર્દેશ હોય તેવા લેખો આ પ્રમાણે મળે છે, જેમકે સમકાલીન સુંધાના લેખમાં ભીમદેવ ૧ લાને ઉલ્લેખ થયેલ છે. ૧૦૮
કુમારપાલના વિ.સં. ૧૨૦૮ ના વડનગર પ્રશસ્તિ લેખમાં માળવા સાથેના સંઘર્ષ સંબંધી ભીમદેવ-૧ લાને ઉલ્લેખ થયેલ છે.૧૧૦
જ્યારે કુમારપાલની વિ. સ. ૧૨૨૫ ની સેમિનાથની ભાવબૃહસ્પતિ પ્રશસ્તિમાં ભીમદેવે સોમનાથનું મંદિર કરાવ્યાને નિર્દેશ થયેલ છે. ૧૧
ઉપરોક્ત પ્રાપ્ત થયેલ માહિતીને આધારે ભીમદેવ–૧ લાની વિગત નીચે પ્રમાણે તારવી શકાય
'