________________
રાજકીય સ્થિતિ : ચૌલુકય વંશ
ઉપરોક્ત બધા આભિલેખિક તેમજ આ અંગે મળતા વિપુલ સાહિત્યિક ઉલ્લેખ પરથી જણાય છે કે ચૌલુક્ય વંશને પહેલો રાજવી મૂળરાજ-૧ લે હતા. જો કે ચૌલુક્ય વંશના એક પણ અભિલેખોમાં મૂળરાજને ચૌલુક્ય વંશના સ્થાપક તરીકે નિર્દેશ થયેલ નથી. પરંતુ પ્રબળે અને સાહિત્યમાં મૂળરાજને ચોલ વંશના સ્થાપક તરીકે ગણાવેલ છે અને અભિલેખોમાં પણ ઉત્તરકાલીન રાજવીઓની વંશાવળીને પ્રારંભ મૂળરાજથી થતા હાઈ તે આ વંશને સ્થાપક હેવાનું પ્રમાણિત થાય છે.
મૂળરાજ તેની યુવાનીમાં અત્યંત પરાક્રમી હતો. એના વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના કડીના તામ્રપત્રમાં જણાવ્યા પ્રમાણે એણે પોતાનું રાજ્ય બાહુબળથી પ્રાપ્ત કર્યું હતું. તેણે પોતાના મામા સામંતસિહની હત્યા કરી અણહિલપુર પાટણમાં ચૌલુક્ય વંશની સ્થાપના કરી હતી.
શ્રી દુ. કે. શાસ્ત્રીના મત પ્રમાણે મૂળરાજને પિતા રાજિ સંભવતઃ કેનેજના પ્રતીહાર રાજ્યમાં ગુર્જર દેશને સામંત હતો.૮
મૂળરાજને રાજ્યવિસ્તાર: સાહિત્યિક સાધને પરથી મૂળરાજે વિ.સં. ૧૯૯૮ થી ૧૦૫૩ સુધી એટલે કે લગભગ ૫૫ વર્ષ સુધી રાજ્ય કર્યું હેવાનું પ્રમાણિત થયું છે. મૂળરાજે આટલા લાંબા વર્ષો દરમ્યાન રાજ્ય કર્યુ હૈવા છતાં તેનાં કેવળ ચાર જ દાનપત્રો ઉપલબ્ધ થયાં છે અને તેય એના રાજ્યકાલના છેવટના સમયનાં છે.
વિ. સં. ૧૦૩૩ (ઈ. સ. ૯૭૬)ના યુવરાજ ચામુંડરાજના લેખના આધારે - જાણવા મળે છે કે મૂળરાજની પત્ની માધવી ચાહમાન (ચૌહાણ) વંશની હતી.
મૂળરાજનાં ચારેય દાનપત્રના આધારે મૂળરાજના રાજ્યવિસ્તારને ખ્યાલ આવે છે. મૂળરાજના વિ.સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના તામ્રપત્રને આધારે તેમજ વિ. સં. ૧૦૫૧ (ઈ. સ. ૯૯૫)ના લેખના આધારે જણાય છે કે એ સત્યપુર મંડલ તથા સારસ્વત-મંડલ પર ચોક્કસપણે રાજ્ય કરતો હશે. સત્યપુરને પ્રદેશ તેના પિતા તરફથી તેને વારસામાં મળ્યો હતો જ્યારે સારસ્વતને પ્રદેશ તેણે પોતે પિતાના બળથી મેળવ્યો હતો. સારસ્વત-મંડલ સરસ્વતી નદી પર આવેલું હતું. આ મંઠલમાં અણહિલવાડ, સિદ્ધપુર, ગાંભુ, મોઢેરા, માંડલ, વિરમગામ અને મહેસાણાને સમાવેશ થતો હતો. સારસ્વત-મંડલની