________________
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન ત્યારે પાછા ફરતાં તેઓ અણહિલપુરમાં રોકાયા હતા. પાટણમાં આ વખતે ચાવડા વંશને છેલ્લો રાજવી સામંતસિંહ રાજ્ય કરતા હતા. આ રાજિની ઘડેસવારીની કલાથી પ્રભાવિત થયેલા રાજા સામંતસિંહે એની વેરે પિતાની બેન પરણાવી. એમના પુત્ર મૂળરાજે પોતાના મામા સામંતસિંહને મારી અણહિલપુર પાટણની સત્તા પિતાને હસ્તગત કરી.૫૨
આ ઘટનાને સંકેત મૂળરાજના વિ. સં. ૧૦૪૩ ના લેખમાં, મૂળરાજે પિતાના બાહુબળથી સારસ્વત મંડલ મેળવ્યું તેવા ઉલેખમાં મળે છે.આ વિ. સં. ૧૨૦૮ ના કુમારપાલના વડનગર પ્રશસ્તિલેખમાં તે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, “મૂલરાજે ચાવડા રાજાઓની રાજલક્ષ્મીને સ્વછંદ રીતે પોતાની દાસી બનાવીને વિદ્વાને, વિપ્રો વગેરેને ભાગ્ય બનાવી.૫૩ વિ. સં. ૧૨૩૦ ના સમયગાળા દરમ્યાન લખાયેલી “મહરાજપરાજ્ય”—નાટિકામાં “ચાપોત્કટ રાજા મદિરાયુક્ત હતો અને તેથી એણે રાજ્ય ગુમાવ્યું હતું” તેવા ઉલ્લેખ થયેલાં છે,પ૪
જ્યારે સુકૃતસંકીર્તન અને સુકૃતકીર્તિકર્લોલિનીમાં પણ મૂળરાજને ચાપોત્કટ. વંશના છેલ્લા રાજવીને ભાણેજ કહ્યો છે અને તેણે અણહિલપુર પાટણની ગાદી. લઈ લીધી તેવા ઉલ્લેખ મળે છે.૫૫
ચૌલુક્ય વંશને રાજકીય ઇતિહાસ
પ્રાચીન ગુજરાતના ઇતિહાસનો સૌથી ઉજજવળકાલ તે ચૌલુક્ય કાલ જણાય છે. આ કાલ દરમ્યાન ગુજરાતમાં પ્રવર્તેલી આબાદીનું મુખ્ય શ્રેય ચૌલુક્ય રાજકુલને ફાળે જાય છે. ઈ. સ. ૯૪૨ માં અણહિલપાટણમાં ચાવડા, વંશની સત્તાને અંત આવતાં ચૌલુક્યવંશની સ્થાપના થયેલી. આ ચૌલુક્ય વંશને સ્થાપક રાજિનો પુત્ર મૂળરાજ-૧ લો હતો. “પ્રબંધચિંતામણિ”માં મૂળરાજના રાજ્યાભિષેકનું વર્ષ વિ. સં. ૮૯૩ કે ૯૯૮ જણાવેલ છે,પ૬
જ્યારે “વિચારશ્રેણીમાં વિ. સં. ૧૦૧૭ જણાવેલ છે. પરંતુ સિદ્ધરાજ જયસિંહના વર્ષ વગરના સાંભર શિલાલેખમાંપ૮ મૂળરાજ-૧ લો વિ. સં. ૯૯૮ માં સત્તા પર આવ્યો એવી સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થાય છે.
આમ ચૌલુક્ય રાજવીઓના અભિલેખો તેમજ સાહિત્યમાંથી મળતી. વિગતેને આધારે તેમની સાલવારી આ પ્રમાણે તારવી શકાય છે :