________________
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ: એક અધ્યયન કુંડમાંથી થઈ હેવાનું ક૯યું છે. વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧) ના ભીમદેવ–રજાના આબુ પરના ચોલુકોના અભિલેખમાં આ પ્રકારને ઉલેખ છે, પણ તે તો પરમારોને લગતા છે.૩૬
અહીં એક મુદ્દો એ નોંધવો જોઈએ કે કેટલીક અનુશ્રુતિઓમાં ચૌલુકોને પ્રતીહારો સાથે સરખાવ્યા છે અને પ્રતીહારો ગુર્જર જાતિના હેવાનું મનાય છે. આથી કેટલાક આધુનિક ઇતિહાસકારોએ ચૌલુક્યોને પણ ગુજર જાતિના ગણાવ્યા છે. જો કે ગુજરાતને “ગુજરદેશ” કે “ગુજરાત” નામ ચૌલુક્ય કાલમાં પ્રાપ્ત થયું હતું અને આ વંશને સ્થાપક મૂળરાજને પિતા રાજિ કલ્યાણકટક અથવા કને જનો હોવાથી ગુજરોની રાજધાની સાથે તે સંકળાયેલા રહે તે સ્વાભાવિક છે. આથી ભાંડારકરે એવું અનુમાન કર્યું કે, ગુર્જરોને એક સમૂહ ૬ ઠ્ઠી સદીમાં શિવાલિક પ્રદેશમાંથી આવી દક્ષિણ સુધી ફેલાયે હતો અને તે “ચાલુક્ય” નામથી પ્રસિદ્ધ થયો. જ્યારે ૧૦ મી સદીમાં કનોજથી બીજે સમૂહ આવી ગુજરાતમાં વસ્યો અને તે “સોલંકી” કે ચૌલુક્ય” તરીકે ઓળખાયો.૩૮ પરંતુ ચૌલુક્યો ગુર્જર જાતિના હતા એ નક્કી નથી. બીજુ, પ્રતીહારે સાથે ચૌલુક્યોને સાંકળતી અનુશ્રુતિ “પૃથવીરાજ રાસો” પર આધારિત છે અને આ રાસાની વિગતોની ઐતિહાસિકતા પ્રત્યે શંકા પ્રવર્તે છે.૪૦ પ્રતીહારો તેમજ ચૌલુક્યો સાથે પ્રજાતે “ગુજર” શબ્દ તેઓની જાતિ માટે નહીં પરંતુ તેઓના પ્રદેશ કે વતનને સૂચક હેવાનું વધારે સંભવિત છે.૪૧ મૈત્રક કાળ દરમ્યાન ભિલમાલની નજીક પ્રદેશ “ગુજરદેશ” તરીકે ઓળખાતો હતો. પરંતુ આગળ જતાં આ ગુજરદેશના દક્ષિણ ભાગમાં ચૌલુ. ક્યોનું રાજ્ય જેમ જેમ વિસ્તરતું ગયું તેમ તેમ આ નામ નવાં ઉમેરાતાં મંડલોને લાગુ પડતું ગયું.૪૨ અને ગુજરદેશ અધિપતિ હાઈ ચૌલુક્યો પણ “ગુર્જરપતિ” અને “ગુર્જરનૃપ” કહેવાયા. ૪૩
ચૌલુક્યના પૂર્વજો
ચૌલુક્ય વંશને ૧લે રાજવી મૂળરાજ હતા. મૂળરાજના વિ. સં. ૧૦૪૩ તા કડી તામ્રપત્રમાં તેના પિતા “રાજિ”ને ઉલ્લેખ મળે છે. મૂળરાજનો પુત્ર યુવરાજ ચામુંડરાજના વિ. સં. ૧૩૩ (ઈ. સ. ૯૭૬) ના. તામ્રપત્રમાં મૂલરાજ ચૌકિ વંશના તિલકરૂપ શ્રી વ્યાલાચિપ્રભુનો પુત્ર હતો તે ઉલેખ થયેલ છે.