________________
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે: એક અધ્યયન - મૂળમાં આ વંશનું નામ “યુલિક” કે “શુલિક” નામની પતિ પરથી પડયું હોય તેમ જણાય છે. પુરાણ, બૃહત્સંહિતા” તેમજ “ચરક સંહિતામાં એમને એક પ્રાચીન જાતિ તરીકે ઉલ્લેખ થયેલ છે. “ચુલિક” કે “શુલિક” એ મૂળ નામ ભૂંસાઈ જતાં તેનાં વિવિધ રૂપે પ્રયોજાયાં. એમાંથી આ વંશને ઉદ્દભવ બ્રહ્માના “ચુલુક”(બો કે કમંડળ)માંથી થયાની માન્યતા પ્રચલિત થઈ.”
ટૂંકમાં દક્ષિણના ચાલુક્યો અને અણહિલવાડના ચૌલુક્યો એક જ જાતિના છે. “ચલુક્ય” કે “ચાલુક્ય” શબ્દ “ચલુક” પરથી અને “ચૌલુક્ય” શબ્દ “ચુલુક” પરથી ઉત્પન્ન થયેલા જણાય છે. સંસ્કૃતમાં “ચલક” અને “ચુલક” એ બંને શબ્દોને એક જ અર્થ ખોબો કે કમંડળ એવો થાય છે. આથી “ચાલુક્ય” અને “ચૌલુક્ય” એ એક જ શબ્દનાં બે વૈકલ્પિક રૂપ હોવાનું અને દક્ષિણના રાજવંશમાં “ચાલુક્ય” રૂ૫ અને અણહિલપુર પાટણના વંશ માટે “ચૌલુક્ય” રૂપ જાણીતું થયું.'
ચૌલુક્યો માટે પ્રયોજાયેલ “સાસુકિ૨૨ અને “શૌલિક્ક”માંથી “સોલંકી” રૂપ પ્રચલિત થયું જણાય છે. ૨૩
આ વંશે અલગ હોવાનું જણાયું નથી, કેમ કે તેઓ બંને પિતાને ઉદ્દભવ બ્રહ્માના ચુલુકમાંથી થયાનું જણાવે છે. વળી દક્ષિણના ચાલુક્ય વંશની જેમ ગુજરાતને ચૌલુક્ય વંશ માનવ્ય ગોત્ર કે હારિતની સાથે સંબંધ ધરાવતા નથી. દક્ષિણના ચાલુક્યોએ એ ઉલ્લેખ કદંબો પાસેથી અપનાવ્યો હતો.૨૪ દક્ષિણના ચાલુક્યોનું રાજચિહ્ન વરાહ હતું જ્યારે ગુજરાતના ચૌલુક્યોનું રાજચિહ નંદી હતું૨૫ આથી એક નજરે એમ લાગે કે આ બંને એક જાતિના ન હોય પરંતુ આ અંગે એવો ખુલાસો અપાય છે કે કદાચ લાંબા સમય દરમ્યાન એઓમાં આ સાંપ્રદાયિક ફેરફાર થયો હોય. આથી એકંદરે જોતાં આ બંને રાજકુલે એક જ જાતિનાં હવાનું પ્રતીત થાય છે.૨૬ ચૌલુક્ય કુલની ઉત્પત્તિ - ચૌલુક્ય કુલની ઉત્પત્તિ અંગે ભારે મતભેદ પ્રવર્તે છે. આ કુલના પ્રથમ રાજવી મૂળરાજ-૧ લાએ તેના વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭) ના કડીના તામ્રપત્રમાં પિતાને ચૌલક્તિ વંશને ગણાવ્યા છે, પરંતુ આ વંશ વિશેના મૂળ પુરુષ વિશે સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થતી નથી..
કાશ્મીરના કવિ બિહણે “વિક્રમાંકદેવચરિત” નામના મહાકાવ્યમાં આ આ વંશના મૂળ પુરુષની ઉત્પત્તિ વર્ણવી છે. તેમાં બ્રહ્માના ચુલુક (ખોબા)માંથી