________________
પરિશિષ્ટ ૪ ચૌલુચકાલીન ત્રણ અભિલેખે : સમીક્ષા
(૧) વાઘણપાળ (ઝવેરીવાડ)ના અજિતનાથના દેરાસરની ભમતીમાં જતાં ૧લી ઓરડીમાંની અજિતનાથની ઊંભી પ્રતિમા-ધાતુપ્રતિમા પરનો લેખ, વિ. સ’, ૧૧૧૦.
પ્રસ્તુત લેખ પબાસન પર આવેલા છે. લેખની લંબાઈ ૨૭.૫ સે. મી. અને પહોળાઈ છ.૫ સે. મી. છે. લેખના લખાણવાળા ભાગની લંબાઈ ૨૫.૫ સે. મી. અને પહેાળાઈ ૬.૫ સે.મી. છે. લેખના અક્ષરાનુ માપ ૫ સે. મી. છે.
આ લેખ સ ંસ્કૃત ભાષા અને તત્કાલીન પ્રચલિત દેવનાગરી લિપિમાં લખાયા છે. લેખ છ પ`ક્તિ ધરાવે છે, જેને આર`ભ મગલ-ચિહ્નથી કરેલા છે. થારાપદ્રગચ્છના શાલિભદ્રસૂરિના શિષ્ય પૂર્ણ ભદ્ર પોતાના ગુરુ શાલિભદ્રસૂરિના પુણ્યાર્થે આ અજિતનાથનું બિંબ કરાવીને રઘુસેન જિનાલયમાં સંવત ૧૧૧૦ ના ચૈત્ર સુદિ ૧૩ ના રોજ પ્રતિષ્ઠિત કર્યાંનુ આમાં નોંધાયું છે.
આ લેખમાં સ્થળ જણાવ્યું નથી, પર ંતુ રઘુસેનના ઉલ્લેખ ધરાવત એક ધાતુપ્રતિમાલેખ રામણ (તા. ડિસા જિ. બનાસકાંઠા)માંથી મળી આવ્યો છે. સંવત ૧૦૮૪ના એ લેખમાં રઘુસેનના ઉલ્લેખ થયો છે.૧ રધુસેન જૈન પર પરા અનુસાર રામસૈન્યપુરના રાજા હોવાનુ મનાય છે,૨ અને આ રામસૈન્યને આજે ‘રામસેણુ' કહેવામાં આવે છે. અહીં એક ખીજી બાબત નોંધવી જોઈએ કે રામસેણુ પોતે એક પ્રાચીન જૈન તીથ' હતું. ત્યાં સંવત ૧૦૧૦ માં ઋષભદેવ જિનાલયમાં સવ દેવસૂરિએ ચંદ્રપ્રભુ સ્વામીની મૂતિની પ્રતિષ્ઠા કરેલી હાવાનુ` મુનિસુ ંદરસૂ રિએ એની ગુર્વાવલીમાં નોંધ કરી છે. એ પરથી ૧૦૧૦ માં ત્યાં જિનમદિર હોવાનું પ્રતીત થાય છે. ઉપર્યુક્ત ૧૦૮૪ ના રામસેણ પ્રતિમાલેખ પરથી એ વર્ષે રાજા રધુસંતે ઋષભદેવનુ ભિષ્મ કરાવ્યાનુ જણાય છે. આ રઘુસેને પૂર્ણ ભદ્રાચા'ના ઉપદેશથી એ બિબ કરાવ્યું હતું.જ
અહીં મૂતિ ભરાવનાર પૂ`ભદ્રસૂરિ પોતે છે અને એમણે આ મૂતિ પોતાના ગુરુ શાલિભદ્રસ,રિના પુણ્ય અંગે કરાવ્યાની સ્પષ્ટ નોંધ છે. અલબત્ત અહી એ ભૂતિને રઘુસેન-જિનાલયમાં પ્રતિષ્ઠિત માંનુ નોંધાયું છે એ બાબત
そ