________________
૨૮૬
ગુજરાતના ચૌલક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
ઘાના હિ. સ. ૧૯૧ (ઈ. સ. ૧૧૯૫)ના લેખમાં બહુદ્દીનના પુત્ર બાબા તાજુદ્દીનના અવસાનની તારીખ આપેલી છે; આ લેખ મોડાને, પાછળથી કોતરાઈને મુકાયાનું શ્રી શંભુપ્રસાદ હ. દેસાઈ જણાવે છે.
હિ. સં. ૬૧૫ (ઈ. સ. ૧૨૧૮)ના ખંભાતના સાલ્લાહલ્લા મસ્જિદના લેખમાં અબુ શરાફના પુત્ર શયીદે જામીમસ્જિદ બંધાવ્યાની બેંધ છે; જેકે અત્યારે એ જામીમસ્જિદ ખંભાતમાં જોવા મળે છે તે એટલી જતી હોવાનું જણાતું નથી.” - ભદ્રેશ્વર સળખબ્બી મસ્જિદને હિ. સ. ૬૨ (ઈ. સ૧૨૨૭)ને ટૂંક લેખ છે તેમાં ફક્ત તારીખ જ આપેલી છે. એ સિવાય બીજી કોઈ વિગત આપી નથી એટલે કે કબરને લગતે લેખ છે કે દરગાહ મસ્જિદને લગતે લેખ છે એ નક્કી થઈ શકતું નથી.’
હિ. સ. ૬૨૫ (ઈ. સ. ૧૨૨૮) ભદ્રેશ્વરની એ જ સોળખમ્મા મસ્જિદના કબર–લેખમાં ફક્ત તારીખ જ આપી છે, પણ મરનારનું નામ સ્પષ્ટ વંચાય તેવું આપ્યું નથી.
ખંભાતની પ્રસિદ્ધ પીર તાજુદ્દીનની દરગાહમાં હિ.સ. ૬૩૦ (ઈ.સ. ૧૨૪૨)ના કબર–લેખ છે, જેમાં અદ્-શિર–અલ–અહલના પુત્ર અમીનુદ્દીન અબુલ–મહાશીનના મૃત્યુની નોંધ છે.૧૦
'પેટલાદની અજનશાહની દરગાહમાં આવેલ વિ. સ. ૬૩૩ (ઈ. સ. ૧૨૩૬)ના કબર–લેખમાં શેખ અજુનશાહના અવસાનની તારીખ આપેલી છે. તેમાં વધુમાં લેખના લેખક તરીકે અબુ બકમ મહમ્મનું નામ આપેલું છે જ્યારે હિ. સ. ૬૩૩ (૧૨૩૬)ને કબર–લેખ રાંદેરની નાયતવાડા મસ્જિદમાં આવેલું છે.૧૨ તે ઉપર્યુક્ત લેખે જોતાં જણાય છે કે એમાં મસ્જિદના બાંધકામને લગતા બે લેખ મળે છે, જ્યારે બાકીના દસ લેખો કબર–લેખે છે. આ કબર-લેમાં વખતે મરનાર વ્યક્તિઓની તારીખ અપાઈ છે, પરંતુ ક્યારેક એની ભૂમિકારૂપે કલમો અને કુરાનની કેટલીક આયાત પણ લખેલી છે. આ આયાતે મુસલમાનોની ધાર્મિક ભાવનાને વ્યક્ત કરે છે, જેમકે હિ. સ. ૫૫૪ ના ભદ્રેશ્વરના લેખમાં૧૩ કહ્યું છે કે “પપકારી અને થાળુ અલ્લાહના આશીર્વાદ મહમ્મદ અને એના અનુયાયીઓ પર ઊત્તરે.”