________________
કલા
२४८
સાફસૂફી દરમ્યાન ઉદયમતિની મૂતિ મળી આવી છે, જેના પર રાણીનું નામ અંકિત છે. (જુઓ આકૃતિ ૮).
વિ. સં. ૧૧૪૮ (ઈ. સ. ૧૦૯૨)ના કર્ણદેવ ૧ લાના સૂણુકના તામ્રપત્રમાં સૂણકના ઠફકુર મહાદેવે વાવ બંધાવ્યાનો ઉલ્લેખ થયેલ છે. આ વાવની અન્ય કઈ માહિતી પ્રાપ્ત થતી નથી.
કુમારપાલના વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ના માંગરોળના સેઢળી વાવમાં પાછળથી ચેડાયેલા શિલાલેખમાં એક વાવ (દેગુઆવાવ)ને નિર્દેશ થયેલ છે. ચોરવાડના મહાજને પણ દેગુઆ ગામની વાવ મંદિરના ઉપયોગ માટે અર્પણ ક્યના ઉલ્લેખે આ લેખમાં થયેલા છે. આ વાવ ચોરવાડથી વિસલિ (જિ. જૂનાગઢ, તા. માળિયા) ગામ જતાં રસ્તા પર આવેલી છે.
વિ. સં. ૧૨ (ઈ.સ. ૧૧૬૮-૬૯)ના કુમારપાલના વેરાવળના શિલાલેખમાં બે વાવ બેદાવ્યાને નિર્દેશ થયેલ છે. આ વાવ (તા. પાટણ, જિ. જૂનાગઢ) વેરાવળ સોમનાથના માર્ગ પર આવેલી હતી. આ વાવ વિસ્તારમાં ભવ્ય હતી.
ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)ના લેખમાં વાવને ઉલ્લેખ થયેલ છે. આ વાવ ઘટેલાણ (જિ. જૂનાગઢ, તા. વંથળી) ગામના દક્ષિણ ભાગમાં આવેલી હતી.
ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૭૫ (ઈ. સ. ૧૨૧૯)ના ભરાણું(જિ. જામનગર, તા. ખંભાળિયા)ના શિલાલેખમાં પણ વાવ કરાવ્યાને નિર્દેશ થયેલે છે.
(ગ) ફવા : ચાલુક્યકાલીન અભિલેબેમાંથી કૂવા વિશેની માહિતી પણ પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે ૪ હાથથી માંડીને ૧૩ હાથ સુધીના પહોળા કૂવા કરવાનું “રાજવલ્લભ”માં જણાવ્યું છે.૧૩ કૂવાને ગેળ ફરતી પથ્થરની દીવાલ કરવામાં આવતી હોય છે. આ કૂવા જમીનમાં છેક ઊંડે સુધી ખેલા હોય છે.
વિ. સં. ૧૦૫૩ (ઈ. સ. ૯૯૭)ના હસ્તિકુંઠિના ધવલના બીજાપુરના લેખમાં પિપલ નામના કૂવાનું દાન કર્યાને નિર્દેશ થયેલ છે.
સિદ્ધરાજ જ્યસિંહના વર્ષ વગરના એક શિલાલેખમાં૧૪ એણે સાંભરમાં (રાજસ્થાન)માં કૂ દાવ્યાની માહિતી પ્રાપ્ત થાય છે.