________________
કલા'
૨૪૭
વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૯)ના પ્રભાસપાટણના ભદ્રકાલીના શિલાલેખમાં “દુર્ગ બાંધ્યો” એવા ઉલ્લેખ છે. આ કિલ્લે કુમારપાલના સમયને છે. અલ્લાઉદ્દીન ખિલજીના આક્રમણ વખતે આ કિલ્લે હતું એમ ઈતિહાસકારો માને છે, એટલે અનુમાન કરી શકાય કે પ્રભાસનો દુર્ગ ૧૨ મી સદીમાં બંધાયો હશે. આ પછી ઈ. સ. ૧૩૮૬ અને ઈ. સ. ૧૭૪૭માં આ દુર્ગને જીર્ણોદ્ધાર થયે હતો તેથી એનું મૂળ સ્વરૂપ જાણી શકાતું નથી."
આ કિલ્લાનું ક્ષેત્રફળ ૧૦૦ એકર છે અને એને આકાર ખંડિત ગળ છે. પૂર્વ અને ઉત્તરની દીવાલો ઊભી છે. એની પરના કાંગરાની ઊંચાઈ ૫ ફૂટ છે. દીવાલની ઊંચાઈ ૩૭ કુટ છે. દીવાલ ભૂખરા રેતિયા) પથ્થરની બનેલી છે. ચણતરમાં ચૂને વપરાયું છે. કિલ્લાને ફરતી પરિખાં પણ છે.
આ સિવાય અન્ય કિલ્લાઓમાં કંથકોટ, અણહિલપાટણ, પાવાગઢ, ઝીંઝુવાડા, ડભોઈ, ઘૂમલી અને જૂનાગઢ ઉપરકેટના પણ કિલ્લા હતા. કથકેટને કિલ્લે કચ્છમાં આવેલું છે. આ કિલ્લા માટેના આભિલેખિક પુરાવા પ્રાપ્ત થતા નથી, પરંતુ એના પુરાવશેષીય અવશેષોને આધારે આ કિલ્લે ચૌલુકાલને જણાય છે. લાટના બારપે અને શાકંભરી(સાંભર)ના રાજવીએ મૂલરાજ ૧ લા પર ચડાઈ કરી ત્યારે મૂલરાજ કંથકોટના કિલ્લામાં સંતાયે હતું. મહમૂદ ગઝનવીના આક્રમણ સમયે ભીમદેવ ૧ લાએ પણ આ કિલ્લામાં આશ્રય લીધો હતો. આને અર્થ એ થયે કે ચૌલુક્યકાળ દરમ્યાન આ કિલ્લે અસ્તિત્વ ધરાવતે હશે.
ઝીઝવાડા : આ કિલ્લે ચૌલકર્થકાલીન છે. “ભારતીય દર્ગવિધાન”માં મધુસૂદન ઢાંકી અને પ્રભાશંકર સોમપુરાએ આ કિલ્લાને મારુગુર્જર શૈલીને કહ્યો છે. કિલ્લાની દીવાલમાં ઘણી જગ્યાએ “મટું શ્રી ૩. એવું લખાણ કોતરેલું છે, આથી કિલ્લેક ફોર્બ્સ માને છે કે આ કિલ્લાનું બાંધકામ ઉદયન મંત્રીની દેખરેખ હેઠળ થયું હશે, પરંતુ જેમ્સ બજેસ આ વાત સ્વીકારતા નથી.૧૦
આ કિલ્લાની રચના સમરસ છે, નૈઋત્ય કોણના પ્રાકારને કેટલેક ભાગ અવશેષરૂપે ઊભે છે, જ્યારે કિલ્લાને બાકીને ભાગ લગભગ નાશ પામે છે.
વિ. સં ૧૨૧૮ (ઈ. સ. ૧૧૬૨)ના કુમારપાલના કિરાડુ લેખમાં તાયુકેટને કિલ્લે તેમજ નવસર કિલ્લાના ઉલ્લેખ થયેલા છે. આ કિલ્લાઓની અન્ય કે માહિતી પ્રાપ્ય થતી નથી.