________________
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખે એક અધ્યયન (૬) લિપિ - ચૌલુક્યકાલીન અભિલેખોને આધારે એ સમયની લિપિનું સ્વરૂપ જાણવા મળે છે.
ગુજરાતમાં ૯ મી સદીની દક્ષિણી શૈલીની લિપિના બદલે ઉત્તરી શૈલીની આઘનાગરી લિપિને પ્રયોગ શરૂ થયો હતો અને ટૂંક સમયમાં આ લિપિએ દક્ષિણી લિપિનું સ્થાન લઈ લેતાં સમગ્ર ગુજરાતમાં આદ્ય-નાગરી લિપિને, પ્રયોગ થવા લાગ્યા હતા.૩૦ ચૌલુક્ય કાલની લિપિ એનું સ્વાભાવિક અનુસંધાન ધરાવે છે. આ લિપિને સેલંકી કાલના લાંબા સમય દરમ્યાન વિકાસ થયો હતો.
અલબિરૂનીએ લાદેશ (લાટદેશ)માં “લારી” લિપિ પ્રચલિત હેવાનું લખ્યું છે.૩૧ દક્ષિણ ગુજરાતને એ સમયે “લાટ”ના નામથી ઓળખવામાં આવતા હતર તેમજ એ વિસ્તારની લિપિ લારી કહેવાતી હાય.
આ સમયમાં સેલંકી રાજવીઓના લેખો ઉપરાંત સમકાલીન રાજવંશ જેવા કે માળવાને પરમારવંશ, મોઢવંશ, લાટને ચૌલુક્યવંશ, આબુ પરમારવંશ, સૌરાષ્ટ્રના જેઠવા અને મહેરવંશ વગેરેના ઉપલબ્ધ લેખોને સમાવેશ થાય છે. એ લેખને લિપિવિષયક સર્વાગી અભ્યાસ “ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીને લિપિવિકાસ” નામના પુસ્તકમાં ડૉ. પ્રવીણચંદ્ર પરીખે કરેલ છે. અહીં તેના આધારે કેટલુંક અવલોકન પ્રસ્તુત છે :
અભિલેખામાં પ્રયોજાયેલા વર્ષે
અહીં સાથે આપેલ છિક (આકૃતિ ૧)માં ચૌલુકયકાલીન લિપિમાં પ્રયોજાયેલા વર્ણો આ ક્રમમાં ગોઠવેલા છે : (૧) પહેલા ઊભા ખાનામાં મૂળરાજ તેમજ યુવરાજ ચામુંડરાજના લેખોમાંથી, (૨) બીજા ખાનામાં ભીમદેવ-૧, કર્ણ દેવ અને સિદ્ધરાજના લેખમાંથી, (૩) ત્રીજા ખાનામાં કુમારપાળ, મૂળરાજ-રજે, ભીમદેવ-ર જે અને જયસિંહ
૨ જાના લેખમાંથી, (૪) ચોથા ખાનામાં માળવાના પરમાર રાજા સીયક (ર ) અને ભોજદેવના
લેખમાંથી,