________________
ચૌલુક્યકાલીન અભિલેખે પ્રાસ્તાવિક વિશ્લેષણ રૂદ્રમહાલયમાં આવેલો છે. જો કે હાલ આ લેખ સ્તંભ પર આવેલ નથી પરંતુ પાટણમાં વિજયકૃઆ નામના મોહલ્લામાં આવેલ શિવમંદિરની દીવાલમાં એને ચણી લેવામાં આવ્યા છે.
બીજે લેખ ભીમદેવ–૨ જાના સમયને વિ.સં. ૧૨૩૫ને છે, જે સિદ્ધપુરમાંથી મળી આવેલો છે.’
પાળિયા-લેખ: પતિની પાછળ સતી થયેલી સ્ત્રીની યાદગીરીમાં તેમજ મુદ્ધમાં વીરગતિ પામેલ યોદ્ધાની યાદમાં શિલા-સ્તંભ કે શિલા-ચષ્ટિ પર લેખ કરવામાં આવતા. આવા શિલાલેખને “પાળિયા”—લેખ તરીકે ઓળખવામાં આવે છે. જે સતીને લગતે પાળિયા–લેખ હોય તે પાળિયામાં સતીને કંકણવાળા હાથની કે પતિનું શબ હાથમાં લઈ બેઠેલી સ્ત્રીની આકૃતિ કરવામાં આવેલી હોય છે, જ્યારે ચોદ્ધાને લગતા પાળિયામાં લેખની ઉપર તલવાર, ભાલે કે ઢાલ ધારણ કરેલા ઘોડેસવારની આકૃતિ કરવામાં આવેલી હોય છે..
ચૌલુક્ય કાળ દરમ્યાન જૂનામાં જૂને પાળિયા-લેખ વિ. સં. ૧૦૬૦ (ઈ. સ. ૧૦૦૩-૦૪)ને મળે છે. આ લેખ કચ્છના સિક્કા ગામમાંથી પ્રાપ્ત થયેલ છે. પ્રસ્તુત લેખ સ્પષ્ટ વંચાય નથી. વિ.સં. ૧૦૭૬ (ઈ. સ. ૧૦૨૦) ને પાળિયા–લેખ બોડીદર (કેડીનાર)માંથી પ્રાપ્ત થયો છે.૧૦ આ પછી કચ્છ ગેડીમાંથી વિ. સં. ૧૨૬૮ (ઈ. સ. ૧૨૧૧-૧૨ના વર્ષને પાળિયા–લેખ પ્રાપ્ત થાય છે. આ લેખ ક્ષેત્રપાળના પાળિયાને લગતો છે. લેખના અક્ષરો જમીનમાં દટાઈ ગયા છે, તેથી એ વાંચી શકાતા નથી.૧૧
વિ. સં. ૧૨૭૭ (ઈ. સ. ૧૨૨૧) પાળિયા લેખ પણ કચ્છ ગેડીમાંથી પ્રાપ્ત થયો છે. ૨ આ લેખની બે લીટી વાંચી શકાય છે.૧૩ તે પરથી જાણી શકાય છે કે આ પાળિયો સાચોરા બ્રાહ્મણ દલસુખ જોશીને છે, જે કરણ પધરિયા સાથેના ગરાસ અંગેના ઝઘડામાં બળીને મરી ગયેલો.૧૪ આ પાળિયો ૧૦ ફૂટ ઉંચો છે જે તેની વિશેષતા ગણાય. આ પાળિયામાં ડાબે હાથ જમીન પર ટેકવી ત્રાગાળી મુદ્દા ઉપવેલી છે.
પ્રતિમાલેખ : પાષાણ પ્રતિમાની બેસણ પર કે પીઠ પર કેટલીકવાર લેખો કેતરવામાં આવે છે. ધાતુની પ્રતિમામાં સાધારણ રીતે લેખ પાછળની બાજુએ,
જ્યાં જ્યાં ખાલી જગ્યા જણાય ત્યાં આડાં, ઊભાં કે અર્ધવર્તુળાકારે લખાણ લેવામાં આવતાં નજરે પડે છે.
પ્રતિમાલેખમાં પ્રતિમાના નિર્માણ તથા તેની પ્રતિષ્ઠાને લગતી હકીકત નોંધવામાં આવે છે. ચૌલુક્ય કાળ દરમ્યાન આ પ્રકારના કુલ ૪૦૯ લેખો પ્રાપ્ત થયા છે, જે મોટાભાગના જૈનધર્મને લગતા છે.