________________
૨૦૦
ગુજરાત ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન
દાતાઓ માતાપિતા અને પિતાના શ્રેયાર્થે મૂતિઓ ભરાવતા અને બિંબપ્રતિષ્ઠા કરાવતા. "
ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાં સેંકડોની સંખ્યામાં નાના મેટાં જૈનમંદિરો ઠેર ઠેર બંધાયાં હતા. તેમજ જૂનાં મંદિરના દ્ધાર થયેલાં પણ જાણવામાં આવ્યા છે. આ મંદિરમાં દેવલિકાઓ કરાવવા તેમજ મૂતિઓ ભરાવવા અંગેના સંખ્યાબંધ લેખે મળે છે. ગિરનાર, શત્રુંજય, તારંગા, આબુ, પાલિતાણું, પાટણ, ખંભાત વગેરે તીર્થસ્થાનમાં આવા લેખે વિશેષ મળ્યા છે. પ્રાપ્ત લેખોના આધારે જણાય છે કે ચોવીસ તીર્થંકર પૈકી આદિનાથ, ઋષભદેવ, શાંતિનાથ અને પાર્શ્વનાથની મૂતિઓ સર્વાધિક મળે છે. તીર્થકરે ઉપરાંત તેમનાં શાસન દેવતાઓ, વિદ્યાદેવીઓ વગેરેની પૂજા પણ પ્રચલિત હતી એના આભિલેખિક પુરાવા પણ મળે છે.૩
અભિલેખોમાં પંચતીથી અને કાર્યોત્સર્ગની મૂતિઓના ઉલ્લેખ મળે છે. આ બાબત સપરિકર પંચતીથી પ્રતિમાઓ તેમજ કાર્યોત્સર્ગમુદ્રામાં ઊભેલી મૂર્તિઓની સૂચક છે. જૈન સૂરિઓ
ચૌલુક્યકાલીન અભિલેખામાંથી જૈન તીર્થ કરે ઉપરાંત જૈન સૂરિઓ વિશેની માહિતી પણ પ્રાપ્ત થાય છે. આ કાલમાં શિલાલેખોની સાથે સાથે પ્રતિમાલેખો અને ધાતુઓ ઘણી સંખ્યામાં પ્રાપ્ત થયા છે. લગભગ પ્રત્યેક લેખમાં એ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવનાર તરીકે કઈ સૂરિનું નામ મળે છે. અહીં જે જે સૂરિઓ અંગે વિશિષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે તેઓ વિશેની વિગતો પ્રસ્તુત છે.
દ્રોણાચાર્ય –વિ. સં ૧૦૦૬ (ઈ.સ. ૯૪–૫૦)ની અકોટાની પાર્શ્વનાથની પ્રતિમા પરના લેખમાં નિવૃત્તિકુલના દ્રોણાચાર્યને ઉલ્લેખ છે. એમણે અકોટાના જિનાલયમાં પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. દ્રોણાચાર્ય ભીમદેવ ૧લાના મામા થતા હતા. એઓ નિવૃત્તિકુલના હતા. એમણે પિંડનિયુક્તિ પર ટીકા પણ લખી હતી.
પાશ્વિગણિ વિ. સં. ૯૧૦ (ઈ. સ. ૧૦૬૪)ને પ્રતિમાલેખોમાં૭ પાધિંલગણિ ઉલ્લેખ છે. આ લેખ કડીમાંથી મળી આવેલ છે. એમાં જણાવ્યા પ્રમાણે ભૃગુકચ્છ(ભરૂચ)માં મૂલવસહિમાં (એટલે કે મૂલ નામના શ્રાવકે વસતિ બંધાવેલ હશે)માં ત્રણ જિનપ્રતિમાઓ કરાવી અને એની પ્રતિષ્ઠા આ પાધિંલગણિએ કરી હતી. આ સૂરિ નાગેન્દ્રગચ્છના હતા.