________________
૧૮૦
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
(સગર વગેરે અનેક રાજાઓ (આ) ભૂમિને ભોગવી ગયા છે. જ્યારે જેની પાસે જે ભૂમિ હોય તેનું તેને ત્યારે ફળ મળે છે.) - (આ શ્લેક લગભગ બધામાં મળે છે).
स्वदत्तां परदत्तां वा यो हरेत वसुन्धराम् । . गवां शतसहस्रस्य हन्तुः प्राप्नोति किल्बिषम् ॥ (પતે કે પારકે આપેલી ભૂમિને જે નર હરે છે તેને લાખે ગાય હણ્યાનું પાપ લાગે છે).
(અ. સચી નં. ૮૯) इत्त्वा भूमि भाविन: पार्थिवेन्द्रान् भूयो भूयो याचते रामभद्रः ।
सामान्योऽयौं दानवम्मो नृपाणां स्वे स्वे काले पालनीया भवद्भिः ॥ (ભૂમિનું દાન કરીને રામભદ્ર ભાવી રાજાઓની પાસે વારંવાર યાચના કરે છે. આ રાજાઓને સામાન્ય દાનધમ તે આપ સૌએ પોતપોતાના કાલમાં પાળવો જોઈએ.)
विन्ध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः ।।
कृष्णाहयो हि जायन्ते भूमिदाय हरन्ति ये ॥ (જે આપેલું ભૂમિદાન છીનવી લે છે તે વિષ્યની નિર્જળ અટવીઓમાં શુષ્ટ કોરમાં વસતા કાળા સાપ તરીકે જન્મે છે.)
(અ. સૂચી નં. ૧૭૬) દાનશાસનમાં જણાવેલ ઉપર્યુક્ત કો ભગવાન વેદ વ્યાસ રચિત જણાવવામાં આવેલાં છે. આમાંના ઘણાખરા શ્લેકે પુરાણમાંથી મળી આવે છે તેથી કદાચ એ શ્લેકે પુરાણોમાંથી આવ્યા હશે.૧૭ અલબત્ત, બધાં પુરાણોના કર્તા વેદવ્યાસને માનવામાં આવે છે તેથી વેદ વ્યાસને નામે આ શ્લેકે મૂકવાનું પ્રયજન પણ એ હોઈ શકે. | * ભૂમિના ધર્મદાયને લગતા રાજશાસનના ખતમાં પ્રાચીન પ્રણાલિકાનું અનુસરણ નજરે પડે છે. અલબત્ત, અહીં બધાં જ દાનશાસનમાં આ બધા કલેકે આપેલા હોતા નથી.
લેખના અંતે લેખ ઘડનારના નામ પછી દાનશાસનને સંદેશ આપનાર દૂતકનું નામ અને દાનની મિતિ જણ્વી દાનપત્ર પૂરું કરવામાં આવતું અને એના પર રાજાના હસ્તાક્ષર કરાવી એને મુસદો શાહીથી તામ્રપત્ર પર લખવામાં આવતા