________________
૧૭૮
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન
વૃદ્ધિને અને પિતાનાં ઐહિક તેમજ આમુમ્બિક ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે રહેતે. બ્રાહ્મણ વ્યક્તિને જે દાન આપવામાં આવ્યું હોય તે એના પ્રતિગ્રહીતાને ધાર્મિક ક્રિયાઓના અનુષ્ઠાન માટે તેમજ તેના પિતાના તથા એના કુટુંબના નિભાવ માટે દાન આપવામાં આવતું. જે દાન દેવાલયને આપવામાં આવતું તે એનું મુખ્ય પ્રયજન દેવપૂજન, ઉપાસના યથાવત ચાલુ રહે તેમજ દેવાલયના પૂજારીના ભરણપિષણ માટે તથા દેવાલયની સુરક્ષા માટે રહેતું. દેવાલયની સાથે જે સત્રાગાર આવેલ હોય તે સત્રાગારમાં ભોજન તેમજ અન્ય જોગવાઈ માટે પણ જણાવવામાં આવતું.
ચૌલુક્યકાલમાં ઘણાંખરાં દાન મુખ્યત્વે રાજધાની અણહિલપુરમાંથી આપવામાં આવેલાં જણાય છે. કેટલાંક દાન જુદી જુદી જગ્યાએ નાખેલી વિજ્ય–છાવણીમાંથી પણ આપેલાં છે. દા.ત. ભીમદેવ ૧ લાએ વિ.સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૦૬૪)માં પિતાની છાવણી છલા (પાલનપુરથી અગ્નિ ખૂણે હાલનું ઈલેલ) મુકામે હતી ત્યારે જાનક નામના મોઢ બ્રાહ્મણને ત્રણ હળ જમીન દાનમાં આપી હતી.૧૩
દાનશાસનમાં જણાવેલી મિતિઓને આધારે કહી શકાય કે દાન માટે મોટે ભાગે પર્વ દિનેની પસંદગી થતી. એમાં પૂર્ણિમા, અમાવાસ્યા, મકરસંક્રાંતિ, સપ્તમી, ચતુર્દશી, સૂર્યગ્રહણ અને અધિક માસની મિતિઓ નોંધપાત્ર જણાય છે. આ બધામાં પૂનમના દિવસે તેમજ અમાસના દિવસે દાન અપાયાના વધુ કિસ્સા સાધારણ રીતે નજરે પડે છે. ૧૪
દાન ધાર્મિક વિધિપૂર્વક કરવામાં આવતું, જેમાં સ્નાન કરીને, સૂર્યપૂજા કરીને જલાંજલિ સાથે અથવા પિતૃતર્પણ કરીને, શ્રાદ્ધ કરીને અથવા જલાંજલિ લઈ કેઈ દેવ કે દેવીની સ્તુતિ કરીને આપવાના વિધિને સમાવેશ થતે.
દાન રાજાના સ્વમુખે આજ્ઞા આપીને, રાજ્યની જવાબદાર વ્યક્તિ મારફતે સંદેશ પહોંચાડી જાહેર કરાતું. દાનને લગતું ખત બધી વિગતે મેળવ્યા બાદ તૈયાર કરવામાં આવતું. મહાસાંધિવિગ્રહકોને દાનપત્રને મુસદ્દો ઘડવાનું કામ સેંપવામાં આવતું. આ અધિકાર રાજ્યના કેઈ અન્ય મંત્રીને પણ સોંપવામાં આવતે.
આ દાનશાસનના લેખમાં શાસન ફરમાવ્યાનું સ્થળ, દાતાના પૂર્વજો તેમજ એની પિતાની વિગતે, પ્રતિગ્રહીતા, દેવ, દાન આપવાનું પ્રયોજન, દૂતક, લેખક અને મિતિ જેવી અત્યંત મહત્વની જરૂરી વિગતો નોંધવામાં આવતી. લેખના અંત