________________
૧૬૬
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન
કઈ કઈ ગામનાં નામે ભાવવાચક નામ પરથી પડેલાં જણાય છે, જેવાં કે આનંદપુર૧૦૧, આશાપુરી ૦૨, ઉનાઊઆ વગેરે. મૂળ નામ “ઉન્નતપુર” છે એના. પરથી “ઉનાઉઆ (ઊના) થયું છે.
ઉપયુક્ત ગામના નામને આધારે જણાય છે કે ચૌલુકથકાલીન ગામનાં નામોને અંતે મનુષ્યનામની જેમ અનેક પ્રકારનાં ઉપપદ જોવા મળતાં નથી, એમ છતાં “પુર, ગ્રામ, પલ્લી, દુર્ગ, નગર વગેરે ઉપપદ મળે છે ખરાં. જેવાં કે આનંદપુર વડનગર, આબુયગ્રામ, લાટાપલ્લી (લાડોલ), જીર્ણદુર્ગ (જૂનાગઢ), દેવનગર (પ્રભાસપાટણ) વગેરે. ૫. વિવિધ ગેa૧ ૦૩
ચૌલુક્યકાલના લેખોને આધારે એમાંથી કેટલાંક ગોત્ર વિશે માહિતી પ્રાપ્ત થાય છે. જેમાં કે માંડવ; વોરાફદ્રિય, ગે પાલિ, માંડવ્ય, લાઠશિવા, નિવૃત્તિ, શિક વસ, ગૌતમ, વૈદિક, વત્સ, ગાર્ગીય વગેરે.
ઉપર્યુક્ત ગેત્રો પૈકીનાં નીચે મુજબનાં ગોત્રની સાથે સંબંધિત વેદશાખાને. પણ ક્યાંક ક્યાંક નિર્દેશ કરે છે. જેવાં કે,
(૧) લ ઠશિવા, જેની વેદશાખા સામવેદિક છે. (૨) વચ્છસ, જેની વેદશાખા વાજસનેય અને બ્રાહ્મણ યજુદી છે. (૩) ગાગે, જેનું મંડલ ગંડેશ્વર છે.
કેટલાક લેખોમાં ગેત્રને બદલે પ્રવરના ઉલ્લેખ કરેલા છે, જેમ કે માંડવ્યભાર્ગવ, અંગિરાજમિક, જમદગ્નિ, વિશ્વામિત્ર, દેવરાત, ઓછલ વગેરે. આ. બધા પ્રવરેને આધારે એનાં સંબંધધિત ગોત્ર ઓળખવામાં આવે છે. ૬. વિવિધ અટકે ૦૪
ચૌલુક્યકાલના કેટલાક લેખમાં વિવિધ અટકે વિશે પણ માહિતી આવે છે.. આ અટકોને આધારે એ સમયની વિવિધ જ્ઞાતિઓ તેમ વર્ણ, ઘઉં અને કેટલીક અટકેમાંથી વિશેષ પ્રવૃત્તિ પણ જાણવા મળે છે. આ વિવિધ અટકે, જેવી કેશ્રેષ્ઠી, વ્યાપારી, સંઘવી, ઠાકુર, પારેખ, શાહ, દેસી, દીક્ષિત, ઠક્કર, પંડિત, જોષી, રાવલ, ભંડારિ, આચાર્ય, નાયક, મહેતા, ભદ્ર, સેઢલ વગેરેને નિર્દેશ થયેલ છે.