________________
ચૌલુક્યકાલીન અભિલેખો : - પ્રાસ્તાવિક વિશ્લેષણુ
(૧) અભિલેખે અને તેની અગત્ય
અભિલેખ એટલે કેઈ પદાર્થ પર કોતરેલું લખાણ. સામાન્ય રીતે આ પ્રકારનાં લખાણ શિલા પર કોતરવામાં આવતાં હોય છે, જે શિલાલેખ તરીકે ઓળખાય છે. અલબત્ત, કેટલાંક લખાણે તામ્રપત્રો અને ધાતુપ્રતિમાઓ જેવી અન્ય સામગ્રી પર કોતરેલાં જોવા મળે છે, પરંતુ તેને શિલાલેખ તરીકે ઓળખાવાય નહિ. આ પ્રકારના કોતરેલા લેખ માટે “ઉત્કીર્ણ લેખ” એમ કહેવામાં આવે છે. હવે આ અંગે “અભિલેખ” જે પારિભાષિક શબ્દપ્રયોગ રૂઢ કરવામાં આવ્યા છે, જે ઉચિત છે.
- અભિલેખોને મુખ્ય હેતુ અમુક વ્યક્તિ કે વૃત્તાંતને લગતી માહિતી મજબૂત પદાર્થ પર કોતરીને એની કાયમી નોંધ રાખવાનું હોય છે. આથી આ લખાણ જે તે વ્યક્તિ કે વૃત્તાંતના ઇતિહાસ માટે સમકાલીન સમયનું મહત્વનું સાધન બની રહે છે. આ લખાણમાં એ સમયની વ્યક્તિ અથવા કેઈ મહત્ત્વની ઘટનાનું નિરૂપણ એ કાલના લેખકે કર્યું હોવાથી લખાણની ઘણી માહિતી શ્રય હોય છે. અલબત્ત, આ લખાણ કાવ્યમય કે પ્રશંસાત્મક હોય તો એવા કિસ્સાઓમાં અતિશયોક્તિ કે કલ્પનાનું ભારણ વધી ગયેલું હોય છે. આમ છતાં અતિશયોક્તિ કે કલ્પનાઓથી અતિરંજિત એવાં વૃત્તાતો પણ તત્કાલીન કે અનુકાલીન અનુશ્રુતિઓ કરતાં વધુ શ્રદ્ધેય હોય છે. અલબત્ત, આમાં ઇતિહાસનું તત્ત્વ ગાળી, ચાળીને લેવું પડે છે તેમ જ જરૂર પડે તેને અન્ય સાધનોથી ચકાસવું પણ પડે છે. આમ આમાંથી એકંદરે સમકાલીન પ્રમાણભૂત માહિતી મળતી હાઈ કોઈ પણ દેશ કે પ્રદેશને ઇતિહાસ તારવવા માટે એને લગતી બધી સાધન-સામગ્રીઓમાં અભિલેખોનો ઉપગ અનિવાર્ય ગણાય.
અભિલેખના અભ્યાસમાં સહુથી મહત્વની બાબત તેમના યથાર્થ વાંચનની છે. તે માટે જે તે કાલની લિપિ તેમજ તે તે કાલની ભાષાનું જ્ઞાન આવશ્યક