________________
સામાજિક સ્થિતિ
૧૬૧
() કાયસ્થ જ્ઞાતિ :
ચૌલુક્યકાલીન અભિલેખોમાં લહિયા તરીકે કાયસ્થ જ્ઞાતિના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ચૌલુક્ય રાજવી મૂલરાજ ૧ લાના વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના લેખને લેખક કાયસ્થ જેને પુત્ર કાંચન હતું. વિ. સં. ૧૦૫૧ (ઈ. સ. ૯૯૫)ને તામ્રપત્રને લેખક પણ કાયસ્થ કાંચન હતે.
ભીમદેવ ૧ લાનાં વિ. સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩૦)નાં બે દાનપત્રોન લેખક કાયસ્થ કાંચનને પુત્ર વટેશ્વર હતું, જ્યારે વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૦૬૪)ના લેખને લેખક વટેશ્વરને પુત્ર કેક હતે.
કર્ણદેવ ૧ લાના વિ.સ. ૧૧૩૧ (ઈ. સ. ૧૦૭૫)ને દાનશાસનને લેખક પણ કેક હતે.
ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૮૩ (ઈ. સ. ૧૨૨૭)ના લેખમાં લહિયા તરીકે કાયસ્થ સાતિકુમાર અને વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૪૨)ના બન્ને લેખમાં લેખક તરીકે સ્તંભપુરીય વાજડના પુત્ર કાયસ્થ ધ્રુવ જયંતસિંહે સેવા બજાવી હતી. આમ કાયસ્થ લેખકે ઉપરાંત અક્ષપટલિક અને ધ્રુવની ફરજો પણ બજાવતા હતા. ધ્રુવને હોદો તે છેક વલભી સમયથી જણાય છે અને એ હિસાબ રાખનાર તલાટી કે કુલકણ જેવો અમલદાર હતો.પ૦ આમ કાયસ્થ રાજ્યકારભાર અને વહીવટ સાથે સારી રીતે સંકળાયેલા હતા.
શ્રી સાંકળિયા કાયસ્થોનાં નામોને અભ્યાસ કરીને એમાં શક અથવા ગુજરની અસર જણાવે છે. એમના અભ્યાસ મુજબ ગુજરાતમાં ઈ. સ. ૬૦૦ જેટલા જૂના કાલથી લહિયાનું કામ કરનાર વગ હતો, જેણે ઈસુની ૧૦ મી સદીની આસપાસ અલગ જ્ઞાતિ-જૂથમાં વિકાસ કર્યો. આ અભ્યાસથી શક્ય છે કે લહિયા કે કારકુન તરીકે ભરતી માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર એમ ચારે વર્ગોમાંથી પસંદગી થતી હશે અને એમની કામગીરી વંશપરંપરાગત નહિ હોય.પ૧ (૫) વિવિધ સમુદાય
ચૌલુક્યકાલના લેખોમાં વિવિધ જાતિઓના ઉલ્લેખ પણ જાણવા મળે છે, જેવાકે પલ્લીપર રાઠિય, રાજપૂત,૫૩ આચાર્યો, મહાજન, તંબોળીઓ, કુંભાર, ઠાકર,પ૪ વળિક,૫૫ વડાણપર (રાજપૂત શાખાનું નામ), કળી, વણકર (કૌલિક) વ્યવહારિન, ગોષ્ટિક (ટ્રસ્ટીઓ) નાગર, પ્રાગ્વાટ૫/૧, ચપલ અથવા ચપલીયપર, કાપેટિકેપ વગેરે.