________________
૧૪૬
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો એક અધ્યયન
મિશ્રિત ગયા નામે ઓળખાતા સિકા પ્રાપ્ત થાય છે. આ સિક્કા ચૌલુકયકાલમાં અને એ પૂર્વે સાર્વત્રિકપણે પ્રચલિત હેઈને ચૌલુક્યકાલમાં ચૌલુક્ય રાજવીઓએ પડાવેલ સિક્કા લેકેએ અપનાવ્યા નહિં હેય. પરિણામે એને વપરાશ મર્યાદિત ક્ષેત્રમાં અને સિમિતપણે થયે હશે. પરિણામે આ રાજ્યના સિકકાએ લુપ્ત થઈ ગયા હોય. તેમ છતાં સમકાલીન અભિલેખે અને સાહિત્યમાં આવતા નિર્દેશે પરથી આ કાળ દરમ્યાન નિશ્ચિત પ્રકારનું નાણુ પ્રચલિત હતું એમ જરૂર કહી શકાય.
(૬) તોલમાપ :
અભિલેખોમાંથી સિકકાના માપ ઉપરાંત કેટલાક અભિલેખોમાંથી ધાન્ય સુવર્ણ, ઘી, તેલ, જમીન વગેરેના તેલમાપને પણ ઉલ્લેખ થયેલે નજરે પડે છે.
વિ. સં. ૧૦૫૩ ના લેખમાં ધાન્યના તેલમાપના નિર્દેશ કરેલા છે. જેમકે
દરેક અરઘટ્ટ (રંટવાળો કૂવો) ઘઉં અને જવને –૧ આટક (ચારશેર) –પે દીઠ ૫ પળી – દરેક ભારે (૨૦૦૦ પલ) ૧ વિશેપક –રૂ, કેસર, ગૂદ, ઊન વગેરેના દરેક ભારે ૧૦ પલ –રાળ વગેરેના ૧ દ્રોણે ૧ માણક
શ્રીધરાચાર્યના “ગણિતસાર” ઉપર સં. ૧૪૪૯ (ઈ. સ. ૧૩૯૩)માં લખાયેલી જૂની ગુજરાતી ટીકામાંથી નાણુના તોલમાપ ઉપરાંત અન્ય તેલમાપ પણ જાણવા મળે છે. ૬૦ ધાન્યનાં તેલમાપ આ પ્રમાણે છે : ૨ પણ = ૧ પ્રસૂતિ
૪. પાવલા = ૧ પાલી ૨ પ્રસૂતિ = ૧ કુડવા
૪ પાલી = ૧ માણક ૪ કુડવ = ૧ પ્રસ્થ (૬૪ તેલા) ૪ માણક = ૧ સેતિ (મણ) ૪ પ્રસ્થ = ૧ આતંક ૬ સેતિ = ૧ હારિ ૧ આતંક = ૧ દ્રોણ - ૪ હારિ = ૧ માણી ૧ કોણ = ૧ ખારી ૧૬ સેતિ = ૧ કળશી
૧૦ કળશી = ૧ મૂડ