________________
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન
૧૪૪
આમ ઉપર્યુક્ત વિવિધ અભિલેખમાં ચૌલુક્યકાલીન નાણને ઉલ્લેખ મળે છે. આ નાણુને અર્થ આ પ્રમાણે સ્પષ્ટ કરી શકાય :
સુવર્ણ = સેનાને સિકકો રૂપક = રૂપાને ચાંદીના સિક્કો દ્રમ્પ = ચાંદીને સિક્ક
“વિશાપક” સિક્કાના અર્થ વિશે વિવિધ મતે પ્રવર્તે છે. એક મત પ્રમાણે વિંશપક એટલે કેડી કે દેકડો.પ૩
બીજા મત પ્રમાણે આ સિકકો બીજા કોઈ સિક્કાને ૧/૨ મો ભાગ હોય. પ્ર. ડી. આર. ભાંડારકર માને છે કે “વિશાપક” એ મૂળ દ્રમ્મ કાર્દાપણને ૧૨મા ભાગને ત્રાંબાનો સિક્કો હોવો જોઈએ, પરંતુ વિ. સં. ૧૨૩૫ ના લેખમાં જણાવ્યા પ્રમાણે સોમેશ્વરની પૂજા માટે માત્ર બે વિશાપક રોજના દાનમાં આપેલા છે તેથી આ સિક્કો રૂપાનો સિક્કો હોવા જોઈએ.૫૪
સાધારણ રીતે અહીં “કોષપણુ” એટલે ચાંદીનો સિકકો એવું જણાય છે. વિ. સં. ૧૧૪૦ના તામ્રપત્રમાં વિંશપકને ઉલ્લેખ થયેલું છે, જે રૂપક નામના ચાંદીના સિક્કાને ૨૦ મા ભાગના મૂલ્યને ચાંદીના સિક્કો હેય.
પરંતુ બીજા કેટલાકના મતે કાર્દાપણું એટલે ત્રણ ધાતુનું, ચાંદી અને તાંબાનો બનેલે સિક્કો. ઘણી વાર કાર્યાપણુ ચાંદીના સિક્કા માટે પણ વાપરવામાં આવતું હતું.૫૫
અભિલેખોમાંથી મળતા આ સિક્કાનાં અનુપાત આ પ્રમાણે આપી શકાય : ૫૬ ૧૬ માર્ષ = ૧ સુવર્ણ
= ૧ પણ કે કાર્લાપણ ૪ કર્થ = " ૧ પલ - 1 કપ
૮૦ ગુંજ ૧ વિશાપક == ૨૦ માપ ૨૦ કડી = 1 વિશોપક
૫ રૂપક = ૧ કર્મો
શ્રીધરાચાર્યના “ગણિતસાર” ઉપર સં. ૧૪૪૯ (ઈ. સ. ૧૩૯૩)માં લખાયેલી જૂની ગુજરાતીની ટીકામાંથી નાણાં અને તોલમાપનાં કેષ્ઠક મળે છે.૫૭ આ કેપ્ટક આ પ્રમાણે છે :