________________
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યન
ખેતરાને ખેડવા માટે ખેડૂતાની નિમણૂક પણ કરવામાં આવતી હતી. વિ. સં. ૧૨૬૪ના દાનપત્રમાં આ પ્રકારનો ઉલ્લેખ થયેલે છે.૨૦
૧૩૮
ખેતીના મુખ્ય પાકોમાં મગ, તુવેર, અડદ, ઘઉં, ડાંગર અને જુવાર આ ધાન્યોના ઉલ્લેખ મળે છે. વળી નાર ંગી, લીંબુ, કેળ, કોઠાં, કરમદા, ચાાળા, પીલુ, કેરી, સીતાફળ, બિજોરાં, ખજૂર, શેરડી, બ્રુસ વગેરે ઉગાડવામાં આવતાં હતાં. બેશક, આ પ્રકારની માહિતી અભિલેખામાંથી પ્રાપ્ત થાય છે.૨૧
આ બધા ખેતીના પાક માટે તેમજ ખેતી માટે કૂવા તથા એ સાથેના હવાડાના નિભાવ માટે દાન આપ્યાનો ઉલ્લેખ વિ. સં. ૧૨૬૬ ના લેખમાં થયેલા છે.૨૨ આ પરથી ત્યાં કોસથી કદાચ સિંચાઈ પણ થતી હોવાનું કહી શકાય. (૩) વેપાર વણજ, અને મહેસૂલ-પદ્ધતિ :
ચૌલુકયકાલના વેપાર–વાણિજ્ય અને મહેસૂલ અંગેની માહિતી અભિલેખામાંથી નહિવત્ મળે છે. જો કે કરવેરાઓ અને લાગાઓના ઉલ્લેખ મળે છે એ પરથી વેપાર-વણજ અંગે કેટલાક અંદાજ મેળવી શકાય છે.
આ કાલ દરમ્યાન અનાજની ઊપજ ઉપર તેમજ વિવિધ ઉદ્યોગ-ધંધા પર જુદી જુદી જાતના કર અને લાગા લેવામાં આવતા.
વિ. સં. ૧૦૫૩ (ઇ. સ. ૯૯૭)ના હસ્તિક`ડીના ધવલના બીજાપુરના લેખમાં કેટલાક કરવેરા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે,૨૩ જેવી કે
(૧) ૨૦ પાઠ દીઠ ૧ રૂપક
(૨) દરેક ગાડી દીઠ ૧ રૂપક (ગામમાંથી અથવા ગામની આગળથી પસાર થાય. એ વખતે)
(૩) તેલની ઘાણીમાં એક ઘા દીઠ ૧ કપ (કઈ એટલે તાંબાના સિક્કો) (૪) ભટ્ટ લોકોએ ૧૩ પાનનાં ચેાલિકા (ચોલ્લિકા એટલે પાનનાં બીડાં) (૫) વ્રત (જુગાર) રમનારાઓએ ૧ પેલ્લક
(૬) દરેક અરઘટ્ટ (રેટવાળા વા) ઘઉં અને જવને ૧ આઢક (ચાર શેર) (૭) પેડ્ડા—દીઠ પ પળા
(૮) દરેક ભાર (૨૦૦૦ પલ) દીઢ ૧ વિશેષક
(૯) રૂ, કેસર, ગૂદ, ઊન વગેરેના દરેક ભાર દીઠ ૧૦ લ
(૧૦) રાળ વગેરે માટે ૧ દ્રોણ દીઠ ૧ માણુક.