________________
પ
0
માર્થિક સ્થિતિ
(૧૫) પ્રાસ્તાવિક :
ચૌલુકયોના આર્થિક સ્થિતિ વિશેતીઃ માહિતી. અભિલેખામાંથી ઘણી, આછી અને એછી ઉપલબ્ધ થાય છે, પર ંતુ સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે આ કાલ દરમ્યાન ગુજરાતના વેપારમાં વૃદ્ધિ થઈ હતી અને એ દ્વારા ગુજરાતની સમૃદ્ધિ ખૂબ ખૂબ વધી હોવાનું પ્રતીત થાય છે. જોકે ભરૂચ અને ખ‘ાતનાં બદરાનાં બહોળા વેપારતી ખ્યાતિ આ પહેલાંના સમયમાં, પણ, હતી, પરંતુ ચૌલુકયોના સમયમાં જળમાગે તથા સ્થળમાગે ગુજરાતમાં સાહસિક વેપારીઓએ વેપાર કરીને ગુજરાતમાં ધનની જાણે નદીઓ વહેવરાવી હતી.
આ કાલ દરમ્યાન એક વિશિષ્ટ લક્ષણ પ્રથમ વાર નજરે પડે છે તે એ છે કે આ સમૂયના લોકોમાં વેપારી પૈસા મેળવવાની આવડત વધી હતી. પૈસાના આધારે વ્યવહારમાં ઘણાંખરાં ક્ષેત્રમાં રસ્તે કાઢવાની જે કુશળતા આવી તે હજુ આજે પણ ગુજરાતીઓમાં જોવા મળે છે.
અભિલેખાના આધારે જે થાડી ધણી માહિતી પ્રાપ્ત થાય છે તેમાં મુખ્યત્વે ખેતી, વેપાર, વાણિજ્ય, વાહનવ્યવહાર, મહેસૂલ, સિક્કા, વ્યાજના દર, તેલમાપ વગેરેતે મુદ્દાસર અહી અવલોકીએ.
(૨) ખેતી
ચૌલુકયંકાલીન ગુજરાતી લોકોનું જીવન મુખ્યત્વે ખેતીપ્રધાન હતું. જમીનની માપણી એક હળથી, એ હળથી એસ હળથી ખેડી શકાય એ રીતે થતી હતી. દાનશાસનમાં એના માટે ‘હલ' કે ‘હવાહ' શબ્દ પ્રયાગ થયો છે. એક હલ કે હલવાહ એ ભૂમિમાપનો એકમ છે. હલવાહ એટલે એક હળથી ખેડાય તેટલી જમીન.૨ ભીમદેવ ૧લાના લેખમાંક રાજા ભીમદેવે મુડડક ગામમાં એક હળથી ખેડાય વેલી ' ભૂમિ દાનમાં આપ્યાનો ઉલ્લેખ થયેલો છે. અભિલેખામાં દાનમાં આપેલી જે જનીનના ઉલ્લેખા ય! છે તેમાં જમીનના ટુકડાઓ ૧, ૨, ૩, ૪, ૧૮ અને ૨૦ હલ કે હલવાહ માપના દર્શાવ્યા છે.