________________
રાજયતંત્ર
૧૨૫
વિષયપથક : વિ. સં. ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૩)ના ત્રિભુવનપાલના તામ્રપત્રમાં આ પથકનો નિર્દેશ થયેલો છે. ધાણદાહાર પથકની દક્ષિણ દિશાએ આ પથક આવેલ હતો. આ પથકમાં આવેલાં ભાષર તેમજ એની નજીકના કેટલાંક ગામો સિદ્ધપુર તાલુકાના દક્ષિણ ભાગમાં હતાં.૧૦ વિ. સં. ૧૧૯૯ (ઈ. સ. ૧૧૪૩)ના કુમારપાલના લેખમાં જણુંવ્યા પ્રમાણે વિષય–પથકમાં આવેલું મૂણવદ ગામ પાટણ તાલુકાના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલું મથૂદ જણાય છે. એટલે વિષય પથક પાટણ તાલુકાની દક્ષિણ-પૂર્વ દિશામાં સિદ્ધપુર તાલુકાની દક્ષિણ દિશામાં અને વિસનગર તાલુકાની ઉત્તર દિશાએ આવેલો ગણાય. કર્ણદેવ ૧ લાના વિ. સં. ૧૧૪૮ (ઈ. સ. ૧૦૯૨)ના ૧૦૭ આનંદપુર-૧૨૬ વિભાગમાં સિદ્ધપુર અને પાટણ તાલુકાઓની દક્ષિણ દિશામાં આવેલાં ગામને સમાવેશ થતો હોવાથી આ વિભાગ આગળ જતાં “વિષય–પથક”માં ફેરવાયું હશે, તેથી સંભવ છે કે એનું મુખ્ય મથક આનંદપુર (વડનગર) હોય.
દંડાહી પથક : વિ. સં. ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦)ના ભીમદેવ ૨ જાના તામ્રપત્રમાં તેમજ વિ. સં. ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૨)ના ત્રિભુવનપાલના તામ્રપત્રમાં આ પથકને ઉલ્લેખ થયેલું છે. આ પથક વિષય–પથકની દક્ષિણ દિશાએ આવેલે હતો. ભીમદેવ ૨ જાના તામ્રપત્રમાં ઉલિખિત કડાગ્રામ અને એની આજુબાજુના ગામ તથા મહેસાણા (મહિસાણા) ગામ અત્યારે વિસનગર તાલુકાની દક્ષિણ દિશાએ અને મહેસાણા તાલુકાની ઉત્તર દિશાએ આવેલાં હતાં,૧૦૮ જયારે ત્રિભુવનપાલના તામ્રપત્રમાં ઉલિખિત રાજપુરિગ્રામ અને એની આજુબાજુનાં ગામે કડી તાલુકાની ઉત્તરપૂર્વ દિશાએ આવેલાં હતાં.
ચાલીસ–પથક : વિ. સં. ૧૨૮૩ (ઈ. સ. ૧૨૨૭)ના ભીમદેવ ર જાના લેખમાં આ પથકનો નિર્દેશ છે.૧૦૮ આ પથક દંડાહી–પથકની દક્ષિણ પૂર્વે દિશાએ આવેલ હતો. આ લેખમાં ઉલ્લેખિત વડસર તથા સ્થાતિજ ગામ કલેલ તાલુકાની દક્ષિણ–પૂર્વ દિશાએ આવેલાં હતાં. આ પથકનું મુખ્ય મથક ચાલીસા હતું તે કડી તાલુકાની ઉત્તર દિશાએ આવેલું ચલાસણ હોવાનું માનવામાં આવે છે.૧૧ ૦
આમ ઉપયુક્ત પથકોને આધારે સારસ્વત મંડલના વિસ્તારને ખ્યાલ આવે છે. આ મંડલમાં અત્યારના મહેસાણા જિલ્લાના મોટાભાગનો સમાવેશ થત હતો. આ ઉપરાંત આસપાસના જિલ્લાઓના નજીકના ભાગોને પણ સમાવેશ થત હતો.