________________
રાજ્યત ત્રા
૧૧૯
રાજ્યની વહીવટી પદ્ધતિ :આ સમયના અભિલેખમાં વહીવટને લગતા કેટલાક ઉલ્લેખ આવે છે તેના આધારે ચૌલુક્યકાળ દરમ્યાન રાજ્યની વહીવટી પદ્ધતિને ખ્યાલ આવે છે. થામ-વહીવટ ?
વહીવટનો સૌથી નાને એકમ ગામ હતો. દરેક ગામની ચારે બાજુ સીમાઓ નિર્ધારિત હતી. આ ગામોની સીમાઓ માટે ઝઘડાઓ ન થાય તે માટે કરારનામું એટલે કે “શીલપત્ર” કરવામાં આવતું હતું. - ગ્રામ-વહીવટને લગતા કેટલા હોદ્દેદારોના ઉલ્લેખ લેખોમાં પ્રાપ્ત થાય છે. એમાં તલાર, હિડીપક, પ્રતિસારક, ઠાકર, મહતક વગેરેના ઉલ્લેખ વિશેષ આવે છે.
તલાર ઃ ચૌલુક્યકાલીન અભિલેખોમાં તેમજ લેખપદ્ધતિમાં ગામના અધિકારીઆના ઉલ્લેખ થયેલા જણાય છે. કુમારપાલના સમયના વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૫-૪૬)ના શિલાલેખમાં૩૮ તલા”ને ઉલ્લેખ થયેલું જણાય છે. હેમચંદ્રાચાર્યે તલારને અર્થ નગરરક્ષક આપે છે. ૪૦ નગર-તલારની માફક ગ્રામ– તલાર પણ હતા.૪૧
હિંદી૫ક : ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના શિલાલેખમાં ૪૨ હિડીપકનો ઉલ્લેખ થયેલું છે. એને અર્થ હિડીને એટલે કે ફરીને કર ઉઘરાવનાર અધિકારી હશે.
પ્રતિસારક ઉપયુક્ત શિલાલેખમાંક પ્રતિસારકને ઉલ્લેખ પણ નજરે પડે છે. પ્રતિસારક એટલે કે એક સ્થાનેથી બીજે સ્થાને જવાની પરવાનગી દેશેત્તાર) મેળવવા માટે નાળિયામાં રોકી રાખેલાં વાહનેની જકાત લઈ આગળ જવા દેનાર અધિકારી અર્થાત જકાત અધિકારી.૪૪ - ઠકકુર : અભિલેખોમાં ઠફફરને નિર્દેશ થયેલે જણાય છે. “ઠકુર” એટલે વડે. એના બે ભેદ હતા : (૧) દેશઠફર૪૫ અને (૨) ગ્રામઠફફર૪૬. દેશઠફકર એટલે દેશનો વડો અને “પ્રામઠક્કર” એટલે ગ્રામપતિ હતા.૪૭
વલપિક : વોલાપિક એટલે વાટમાં સંભાળ રાખનાર વળાવિયે તેને ગુલાપિકા વળામણ) માટે મહેનતાણું પણ મળતું હતું.૪૮
મહંતક : મહતક’ એટલે મહેતે, કારકુન અથવા ગુમાસ્તા.૪૮ બૃહદ્વાજિક ઃ “બૃહદાજિક’ એટલે ઘોડેસવાર પિલીસ અધિકારી.પ૦