________________
રાજકીય સ્થિતિ : સમકાલીન રાજ્યા
ચૌલુકયકાલીન અભિલેખમાંથી ચૌલુકયોનાં સમકાલીન વિવિધ રાજ્યોની વિગતો પ્રાપ્ત થાય છે. અલબત્ત, આ માહિતી અલ્પ પ્રમાણમાં મળે છે. આ સમકાલીન રાજ્યોમાં કેટલાંક રાજ્યો ચૌલુકષો સાથે મૈત્રી સબધા ધરાવતાં, જ્યારે કેટલાંક રાજ્યો સાથે ચૌલુકયોને અણબનાવ પણ રહેતો. કેટલાંક રાજ્યો સાથે તેમને સામાજિક તેમજ આર્થિક સંબંધો પણ હતા. આ સમકાલીન રાજ્યોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, લાટનાં તથા પૂમાં માળવા અને ઉત્તરમાં રાજસ્થાનનાં રાજ્યોના સમાવેશ થાય છે. વળી દક્ષિણમાં કોંકણમાં-મહારાષ્ટ્ર અને કર્ણાટકના રાજ્વીના પણ આ વિસ્તારમાં તેમની પ્રવતે લી આણુના સંદર્ભમાં સમાવેશ થાય છે.
૩
..
૧. કચ્છના જાડેજા વંશ
ભીમદેવ ૧લાના વિ. સ. ૧૦૯૩ (ઈ. સ. ઈ. સ. ૧૦૩૭)ના અભિલેખના આધારે જણાય છે કે કચ્છ મ`ડલ પર ભીમદેવ ૧ લાનુ ં આધિપત્ય પ્રવતું હતું . સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)ના કચ્છ. ભદ્રે શ્વરના ચોખડા મહાદેવના લેખ દ્વારા જણાય છે કે તેના સમયમાં પણ ચૌલુકોની આણ કચ્છમાં પ્રવતતી હતી.
જોકે કચ્છમાં આ વખતે જાડેજા વંશની સત્તા હતી. અનુશ્રુતિ મુજબ પુરાની રાણી રાજીએ તેના પતિના મૃત્યુ પછી જામ જાડાનાં દત્તક પુત્ર લાખા જાડેજાને કચ્છનુ` રાજ્ય ચલાવવા લગભગ ઈ. સ. ૧૩૫માં આપ્યું હતું..૧ પરંતુ લાખા જાડેજાને કચ્છના રાજ્યારભ ઈ. સ. ૧૧૪૭થી શરૂ થાય છે. આથી ઈ. સ. આથી કદાચ એ શકય બને કે કેરાકોમાં સમા વશના લાખા ફુલાણી મરાયા હશે, અને તે પછી. મૂળરાજની સત્તા છેક કચ્છના ફોરાકોટના વિસ્તાર સુધી પ્રસરી હશે અને પધરગઢમાં સધારાને હાથે પુઅ’રાને અત આવ્યા પછી તેની રાણીએ લાખા જાડેજાને સત્તા પર આણ્યા હશે.