SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ - આનંદ પ્રવચન દર્શન હવે આપણે મુદ્દા તરફ આપણે પાછા ફરવાનું છે. જે એમ નથી સમજ્યા કે આત્માને જન્મજરામરણ રૂપી રોગ અનાદિકાળને લાગ્યો છે. તેમને એ રોગની મહત્તાને એ રોગની વિકટતાને ખ્યાલ આપવા માટે જ આત્માને જન્મ-કર્મને રેગ અનાદિ છે એમ વારંવાર કહેવું જ જોઈએ, અને જેઓ આ સત્ય સમજ્યા છે તેમની પણ એ સમજણ કાયમ રહે. પવનના ઝપાટામાં દીવાની જ્યોત ઊડી જાય છે, તેમ સંસારના સ્વાર્થ સમીરના ઝપાટામાં તેમની સમજણ જ્યાત્ ઊડી ન જાય તે માટે જેઓ એ સત્ય સમજ્યા છે તેમને પણ એ વાત વારંવાર કહેવાની જરૂર છે કે “હે ધર્મવાનો ! આત્માને અનાદિથી જન્મકર્મને મહારોગ લાગુ પડે છે.” “અનાદિથી આ રોગ ચાલુ છે” એમ વારંવાર કહેવાનું કારણ એ જ છે કે તમને એ રોગની ભયંકરતાને ખ્યાલ સંપૂર્ણપણે આવી શકે ? અને એને પૂરેપૂરો ખ્યાલ તમારે લાવવો જ જોઈએ. તેનું કારણ એ છે કે એ ખ્યાલ થાય તે જ તમે એ ભયંકર રોગ માટે જલદ ઉપાય અજમાવી શકે. બીજી વાત એ કે આ રોગ ટાળવાનું મહારસાયણ તે ધર્માચરણ છે. એ વિના ક્ષયની બીજી ઔષધિ નથી. ત્રીજી વાત એ છે કે એ ધર્માચરણની દિશાએ જે વ્યક્રિયા થાય છે તે પણ હિતાવહ છે અને તેથી એ દ્રવ્યક્રિયાને નાશ ન કરતાં તેમાંથી દ્રવ્ય ભાવ ટૂર કરવાને જ યત્ન કરવો જોઈએ. અને છેલ્લી અને ચોથી વાત એ છે કે આ મહારસાયણના શિધક રસાચાર્ય ધન્વતરી જિનેશ્વર ભગવાન છે, તેમને જે દર્શાવે છે, એ રસાચાર્યની જેઓ ઓળખાણ આપે છે તે સાધુએ છે. તે સાધુઓને અને એ રસાચાર્યને જે શ્રદ્ધાપૂર્વક શરણે જાય છે, તે જ એ રસાયણ ખાઈ શકે છે! હવે એ રસાયણ ખાવાને એટલે ધર્મપામવાને માર્ગ શોધ પડશે. ધર્મ પામ એટલે ૨૧ ગુણ ઉપાર્જન કરવા. ધર્મ આમ મહાનું છે અને તેથી માણસે દુનિયાની બધી વસ્તુને ત્યાગ કરી ધર્મ પામ એ તેની મહાન ફરજ છે.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy