SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ * * * ૬૨ - - આનંદ પ્રવચન દર્શન તે ખલાસ ! એ તાવ આ રીતે નિગદમાં મોકલે, તે ત્યાં ચાર ઈદ્રિયોને લેપ અને માત્ર એક જ ઈન્દ્રિય હોય તેવા ભવમાં જન્મ મળે છે અને ત્યાં ભટકવું પડે છે ! લાલચ આપીને પણ ધર્મ કરાવ તાવ ક્ષયને છે કે બીજો છે. તે તાવની ભયંકરતાને જે માણસ જાણતા નથી તેવો માણસ ચરી પાળવાની જરૂર પણ નહિ સમજી શકે, એ વાત તદ્દન વાસ્તવિક છે. જે માણસ ક્ષયની ગંભીરતા જાણતા નથી તેને તમે ચરી પાળવાનું કહેશે તો તમેને એ પિતાનો શત્રુ જાણશે! તમને જેશે ત્યાંથી તમારા ઉપર દાંતિયા કરશે અને છતાંએ જે તમે તેને બળાત્કાર કરી પળાવવા જશે તે છેવટે બજારૂ હોટલમાં પણ જઈને તે ચરી ભાંગી આવે છે !' આ બધાનું કારણ એટલું જ છે કે રેગની ભયંકરતાને ખ્યાલ એ માણસના દિલમાં હજી વચ્ચે નથી. એ જ પ્રમાણે શ્રી જિનેશ્વરદવા એ આપણા આત્મિક ધનંતરીઓનું કામ કરે છે ! દાકતર તો એક ભવના શારીરિક રોગને વિનાશક છે પણ જિનેશ્વર ભગવાનો તે આત્માના ભવભવને રોગોના વિનાશક છે. જે દરદી રંગનું મહત્વ સમજે છે તે રોગી પોતાને માટે ડેકટરની આવશ્યકતા અને તેની ઉપકારકતાને સમજી જાય છે પણ જે રેગી રોગની મહત્તાને નથી સમસ્યો. તેને માટે શું ઉપાય કરે પડે છે તેને જરા ખ્યાલ કરે! મેટ સમજણે દરદી હોય તો તેને સમજાવી, ધમકાવીને તેને દવા પાવામાં આવે છે અને જે દરદી બાળક હોય તો તેને મીઠાઈની લાલચ આપીને પણ દવા પાવામાં આવે છે. જેમ મીઠાઈની લાલચ આપીને અજ્ઞાનને દવા પાવામાં આવે છે તે જ રીતે ધર્મ કરવાને પશે પણ વિષયકષાયને યથાર્થ ખ્યાલ નહિ રાખનારા માનવીઓને પરાણે Dરવા પડે છે ! લાલચ દેખાડીને પણ તેમને ધર્મમય જીવન ગાળનારા બનાવવા પડે છે અને એમ કરવામાં જરૂર કર્તવ્ય રહેલું છે. પ્રભાવનામાં પતાસાં, પેંડા, નાળિયેર વગેરે વહેચવામાં આવે છે. આપણે કબૂલ કરવું જ પડશે કે એટલીએ લાલચ છે, પણ આ
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy