________________
પરિણત જ્ઞાન
૧૭ કઈ દેરાસર બંધાવે, કેઈ ઉદ્યાપન કરે, કે સંયમ લે, ગમે તે પ્રકારે આત્મકલ્યાણ કરે, પણ વિનાનંદીએ તે ખોડખાંપણ કાઢી, બખાળો કરી, ધાંધલ કરી, વિદને જ ઊભાં કરવાનાં કેટલાક કાર્યને ખરાબ કહેશે, કેટલાક પદ્ધતિને ખરાબ કહેશે, તે કેટલાક મૂળમુદ્દાને ખરાબ કહેશે, પણ સારી ક્રિયામાં ખરાબી બતાવવી એમાં જ એમની બહાદુરી ! પ્રતિષ્ઠા હોય કે પૂજા હોય, સદનુષ્ઠાન ગમે તે હોય, પણ આરાધનાના પ્રકાર માત્રમાં હલકા પાડવા તથા એ પવિત્રમાર્ગમાં કાંટા, વેરવા એ જ વિદન સંતેષીઓનું આવશ્યક કાર્ય થયું છે. ધર્મ કરતે કોઈ રોકાઈ કેમ જાય ? એ જ મનની મલીન ભાવના એઓની હોય છે. કેટલાક જૈનધર્મને જ ડૂબાડનાર કહી મલીનતાને પૂરેપૂરો પરિચય આપે છે.
મકને ઊભો રાખી તેની પાસે શ્રી જિનેશ્વરદેવની પ્રામાણિકતાને ઉડાવી દેવાને તેઓએ નિશ્ચય કર્યો. એને બોલાવ્યો અને અનેક કુયુક્તિઓ ઊભી કરી. ઉતરડ પાડવા ઈચ્છનારે નીચેને એક ગોળ ખસેડે એટલે બસ ! આખી ઉતરડ પડવાની જ !
શાસ્ત્રકારે તમને મિથ્યાદષ્ટિના પરિચયનો નિષેધ એટલા માટે જ કરે છે કે તમે જે ખસી ગયા છે તેથી માગને મહિમા ઘટવાનો નથી, પણ તમે જે મેળવી ચૂકેલા છે તે હારી જશે.
કઈ ફર્ક રાખે કે અમે નિર્ભર રહીશું તે પણ એ બહુ મુશ્કેલ છે, કોર્ટને કેસે તપાસે ! જે વખતે વાદી પ્રતિવાદીની દલીલ પેશ થાય છે, સામસામા વકીલોના કેસ થાય છે, તે વખતે બુદ્ધિના કેવા પલટા થાય છે ? જ્યારે દુનિયાદારીની બાબતમાં આ હાલત છે, તે પરભવની, પુણ્ય પાપની વાતમાં તે તમે કેટલું ભેજું ધરાવે છો ? અતિ પ્રિય પદાર્થની યુક્તિમાં તમે નહિ ડગે તેની શી ખાત્રી ? જેમ જેને મિલક્ત મળે તેમ તેણે ચોથી હંમેશાં સાવધ રહેવું જોઈએ, તેમ જૈનશાસ્ત્રકારો કહે છે કે જેને શુદ્ધ શ્રદ્ધામાર્ગ