________________
૪ર૪
આનંદ પ્રવચન દર્શન આવે છે, શરીરમાં સોયા ભેંકાવાય છે, આ તમામ શાથી? શરીરનું સમર્પણ શરીરના અભ્યાસને થાય છે. તે પછી આત્મહિત કરવું હોય તેણે આત્માને ઓળખી, આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવનાર, આત્માને ઓળખાવનાર શ્રી જિનેશ્વરદેવના વચન પ્રમાણે જ વર્તવું જોઈએ.
શરીર માટે ડોકટર કહે તેમ વર્તવામાં ગુલામી નથી માનતા, તે અહીં ગુલામી શાથી માને છે ? જેઓ કર્મબંધનના કારણે જણાવે, કર્મ રોકવાનાં તથા નિર્જરાના ઉપાય બતાવે અને તેમ કરવામાં આવે તે આત્માની દશા સુધરે. તેને શરણે જઈ આ ત્મા સુધારવામાં વિલંબ કેમ થાય છે? કે વિપરીતતા કેમ છે? વૈદ્ય, હકીમ કે ડોકટરને કથનથી વિપરીત ચાલનાર મતને નોતરે છે. વૈદ્ય તેલ-મરચું ખાવાની ના કહે છતાં વ્યાધિગ્રત મનુષ્ય તે ખાય તો તેથી નુકસાન થાય, તેમ જ્ઞાનીના વચન પ્રમાણે ન કરવામાં આવે તે નુકસાન જ થાય.
બુદ્ધિ તો સંસ્કારની ગુલામડી છે. જમાના મુજબ ફેરફાર થાય છે કે નહીં. જમાનાની સાથે બધી વસ્તુ પલટાય છે એમ નથી. અનાજને બદલે ધૂળ ખાઓ છે ? તીર્થકરોએ ધર્મ બતાવ્યો છે, બનાવ્યો નથી. એ ખ્યાલમાં રાખે. સાધન ફરે, સાધ્ય ન ફરે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે એકને નડતા હોય તે બધાને નડવા જોઈએ ને? | (સભામાંથી) જમાને બુદ્ધિવાદને છે. બુદ્ધિ એ સંસ્કારની તે ગુલામડી છે. હીટલરની નજીકમાં બોમ્બ ફાટયે, તે બચી ગયો, તે શું કહે છે? “પરમેશ્વરે જ મને બચાવે.” જે કરી રહ્યો છું તે પરમેશ્વરને જરૂર ગમે છે અને તેથી જ તેણે મને બચાવ્યા. બીજી પ્રજા ઉપર રાજ્ય કરનારાઓ પણ કહે છે: “ઈશ્વરે જ અમને બીજી પ્રજા ઉપર રાજ્ય કરવા સર્યા છે.”
હવે એવું કહેનારાએ બુદ્ધિમાનું નથી એમ તે નથીને ? એમનું આ કથન સ્વીકાર્ય લાગે છે? તે માનવું છે?
ત્યારે તાત્પર્ય એ છે કે ગમે તે બુદ્ધિમાન મનુષ્ય પણ વચને તે સંસ્કાર મુજબનાં જ કાઢે છે ને? શુદ્ધ માર્ગ પણ સારા સંસ્કાર