________________
અંતરાત્મા
૪૨૧ અવળચંડી બાઈ બળદ લઈને ચાલી. પણ તેને મૂકવા ગયે. માર્ગમાં નદી આવી. નદીમાં બને જણ ઊતર્યા. પુરૂષે કહ્યું, “પૂછડું ન પકડીશ, બળદ ભડકશે.” એટલે એણે તે પૂછડું પકડયું. નદીના મધ્ય ભાગમાં પ્રવાહમાં આવ્યા એટલે પુરૂષે કહ્યું “પૂછડું છોડીશ નહીં.” અવળચંડી કહે “આ છોડ્યું.” ખરેખર તેણુએ પૂછડું છોડયું અને નદીના પ્રવાહમાં તે તણાઈ ગઈ.
ભૂંસવાની નીતિ જ ભ્રષ્ટ કરે છે. શાસ્ત્રકારો કહે તેથી ઊલટું જ કરવાની અવળચંડાઈવાળે આજે એક વર્ગ છે. “શાસ્ત્રકારો કહે તેમ કરવામાં તે તેમની કિંમત નથી એમ માની અમારી શી કિંમત ?” એમ કહીને પોતાની કિંમત માટે તેઓને નવું કરવું છે.
આત્માની મહેનત અનાદિકાળથી ચાલુ છે. એ વાત ખરી, પણ તે મહેનત અસ્થાને કરી છે, વિપરીત દશામાં કરી છે. ભૂલો પડેલો, બેબાકળો બની જેરમાં ચાલે તે ઊંડા જગલમાં જાય. વેગથી ચાલવું
ટું નથી પણ માર્ગે ચાલવું જોઈએ. વિપરીત માગે–આડા માગે ચાલનારે ઈષ્ટ સ્થળે પહોંચતું નથી, માર્ગે ચાલે તે ઈષ્ટ સ્થળે પહોંચી શકે. આ જીવે અનાદિકાળથી પ્રયત્ન તે કર્યા પણ તે ઊલટા માગે કર્યા. એ પ્રયત્ન ઇન્દ્રિય સુખના માટે કર્યા, પૌગલિક–સિદ્ધિ માટે કર્યા. આ રીતે કરાયેલે પ્રયત્ન આત્મિક સુખ શી રીતે આપે ?
લેાહી હાડકાનું કે તાળવાનું? પૌગલિક સુખની ઇચ્છા કેવી છે? કેટલીક શેરીઓમાં વિપરીત સ્વભાવવાળા શ્વાન વસે છે. અને એવી ટેવ કે ખાટકીવાડે જઈને હાડકું ખેંચી લાવે. પછી એક ખૂણામાં બેસીને ચાટે. કૂતરાના દાંત કરતાં હાડકું મજબૂત હોય છે. ચાવતાં ચાવતાં હાડકાંને છેડે તાળવામાં વાગે છે, લેહી નીકળે છે. તે લેહી હાડકાના કકડા ઉપર પડે છે, એથી શ્વાન એમ માને છે કે હાડકામાંથી લેહી નીકળે છે અને તે ખુશી થતે થતું ચાટે છે, આ દષ્ટાંત કેઈએ સીધું માથે લેવું નહિ. માત્ર વસ્તુસ્થિતિને વિચાર કરવા માટે છે.