________________
૨૯૮
- આનંદ પ્રવચન દર્શન પાંચસો સાથીઓ, જંબુસ્વામીની આઠ પત્ની અને તે સઘળાનાં માતાપિતાઓ એ બધાંએ મળીને તે જ ક્ષણે પાંચસે સત્તાવીશ માણસોએ દીક્ષા લીધી !
પૂર્વાશ્રમ આડે ન આવ્યો. એ પ્રભવસ્વામી તે પૂર્વાશ્રમના મહાન તસ્કર ! અરે ! મેટામાં મેટા ધાડપાડુ અને જબરા લુંટારા ! નગરના કે ઘરના દરવાજા બંધ કર્યા હોય તે પણ પોતાની તાલઘાટિની વિદ્યાના પ્રભાવથી તેઓ બંધ દરવાજા ખોલી નાંખી શકતા હતા અને નગરમાં તથા રાજભવનમાં પ્રવેશ કરી શકતા હતા. વળી પિતે રાજસભામાં પ્રવેશ કરે અને એ રાજસભા જાગી હોય તે આખી રાજસભાને તે જાગતી હોવા છતાંય તેને અવસ્થાપિની નિદ્રાથી બેભાન બનાવી દેતા હતા અને જબરા રાજરસૈનિકોથી રક્ષાએલા સ્થાનમાંથી પણ એ રીતે ચેરી કરીને પ્રભવસ્વામી ચાલ્યા જતા હતા ! પ્રભવવામીની આ કર્મની ઘેરતામાં શું કાંઈ પણ ખામી છે ખરી? પ્રભવસ્વામી એ મહાન તસ્કર ખરા કે નહિ ? પરંતુ તે છતાં તેમણે દીક્ષા અંગીકારવાની ઈરછા કરી ત્યારે તું તે પૂર્વાશ્રમને ચેર હતું, તને દીક્ષા ન અપાય એવું કહીને આચાર્યોએ તેને પાછો ઠેલ્યા નથી પરંતુ ધર્મની સૂમગતિને પણ જાણનાર એવા ધર્માચાર્યોએ તેમને દીક્ષા આપી છે તથા એ દીક્ષાને ગ્ય માની છે.
રીતિ અને વસ્તુ જુદાં છે. શ્રીમાન પ્રભવસ્વામીએ દીક્ષા ધારણ કરી તે પછી તેઓશ્રી પિતાના શુભદયે અને ચારિત્રબળ યુગપ્રધાનાચાર્ય થઈ શક્યા અને શાસ્ત્રકાર મહારાજાઓએ પણ તેમણે યુગપ્રધાનાચાર્ય તરીકે કબૂલ રાખ્યા. આ સઘળું એક વાત સ્પષ્ટ બતાવવાને માટે પૂરતું છે કે વિરતિ અને વસ્તુ બંને જુદાં છે અને તે સર્વથા સ્વતંત્ર છે. શાસ્ત્રકાર મહારાજાઓ રીતિ અને વસ્તુ બંનેની ગ્યાયેગ્યતા સમજતા. હતા તેથી જ તેમણે એ બંનેની ગ્યાયોગ્યતાને સેળભેળ કરી નાખી નથી અને એ ઉપરથી તેમણે ગમે તેવાં કુત્સિત અનુમાને પણ