________________
- ૨૨ - જીવનને અંતસમય જાણી ભયંકર માંદગી અને વ્યાધિઓથી ગ્રસ્ત દેહે આરાધના માટે આરાધના માગ” ગ્રન્થની રચના કરી, પંદર દિવસ અનશન સ્વીકારવાપૂર્વક અર્ધ પદ્માસને મૌન અવસ્થામાં ચારે આહારને ત્યાગ કરવાપૂર્વક પોતાના શિષ્ય આ. શ્રી મણિયસાગરસૂરિ મને સંઘ અને સમુદાયની જવાબદારી સેંપી શેઠ મંછુભાઈ દીપચંદની, ધર્મશાળા (લીંબડાને ઉપાશ્રયમાં સં. ૨૦૦૬ના વૈશાખ વદ ૫, શનિ સ્ટા. ટાઈમ ૪-૩૨ અમૃત ચેઘડીયે સ્વમુખે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા સ્વર્ગે સિધાવ્યા.
આ રીતે અપ્રતિમ પ્રતિભાપૂર્ણ જીવનથી લાખોને ધર્મ પમાડી, આગમસાહિત્ય, સંઘસેવા, તીર્થસેવા, ઉજમણાં, ઉદ્યાપન, દીક્ષાઓ, પ્રતિષ્ઠા કરાવવા પૂર્વક, તર્ક દલીલોથી યુક્ત સાત્ત્વિક વાણીનું પાન કરાવી, પથ્થર જેવા હૃદયને પીગળાવનાર, મેક્ષમાર્ગની સાધના કરનારને આલંબનરૂપ, તપ, જપ અને સંયમથી સુશોભિત જ્ઞાનના અદ્વિતીય આરાધક એવા આ સૂરીશ્વરજીનું જીવન દરેકને આત્મવિકાસ કરવામાં -સહાયક બને અને અજ્ઞાની છના નેત્ર ઉઘાડનારું બની વ્યક્તિ અને રાષ્ટ્રના જીવનઘડતરમાં મહત્વનો ભાગ ભજવે એ જ ઈચ્છા સાથે સૂરીજીને શત વંદના વાલકેશ્વર, મુંબઈ–૬
ચંદ્રાનનસાગર ગણિ.
શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ તરફથી આગમની ચાવીરૂપ પ્રકાશન પર્વ મહિમા દર્શન
રૂ. ૨૫ = ૦૦ દેશના મહિમા દર્શન
રૂા. ૨૫ = ૦૦ આનંદ પ્રવચન દર્શન રૂ. ૨૫ = ૦૦ જોડશક પ્રકરણ દર્શન
રૂા. ૨૫ = ૦૦